ગુજરાતટોપ ન્યૂઝ

હાટકેશ્વર બ્રિજ : પહેલા નંબરના ગુનેગારને બચાવવાના પૂરા પ્રયાસ, ક્યારે જાગશે સરકાર !

Text To Speech

અમદાવાદ પૂર્વના છેલ્લા ઘણા સમયથી ચર્ચિત એવા હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લેતો ત્યારે કેટલાક વિશ્લેષકો જોડેથી મળતી માહિતી મુજબ કોઈપણ બ્રિજ હોય કે રોડ કે પછી માર્ગ અને મકાન વિભાગનું કોઈપણ કામ હોય તે કામ જ્યારે ચાલુ હોય ત્યારે જ કામના લાગતા વળગતા સાહેબોની સૌપ્રથમ જવાબદારી હોય છે કે તે કામનું ટેસ્ટિંગ સરકારી અને પ્રાઇવેટ એજન્સી પાસે કારવવામાં આવે, ત્યારે હાટકેશ્વર બ્રિજમાં આખેઆખો બ્રિજ બની ગયો હોવા છતાં શું અધિકારીઓએ જે તે સમયે ટેસ્ટિંગ નહિ કરાવ્યા હોય? અને જો કરાવ્યા હોય તો તેમણે તે સમયે જાણ નહિ થઈ હોય?હાટકેશ્વર - Humdekhengenewsઉલ્લેખનીય છે કે હાલ મોટા માથાઓને બચવવા તંત્ર હવાતિયા મારી રહ્યું છે અને અધિકારીઓને આ વિવાદમાંથી બહાર કાઢવા બ્રિજન સ્ટ્રક્ચરની તપાસ માટે મ્યુનિસિપલ તંત્ર તરફથી વિવિધ એજન્સીઓને 40 લાખ જેટલી ફી ચૂકવવામાં આવી છે. બ્રિજના મામલે શહેર પોલીસ કમિશનર મંજૂરી આપશે એ પછી જ કોન્ટ્રાકટર અજય ઇન્ફરકોન સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, પણ વિશ્લેષકોના મત પ્રમાણે આ મામલે જો કોન્ટ્રાકટર પર કાર્યવાહી થાય તો તેની સાથે સૌથી પહેલા આ તમામ અધિકારી સૌથી મોટા ગુનેગાર છે.હાટકેશ્વર - Humdekhengenewsથોડા વર્ષ અગાઉ આવો જ એક કિસ્સો એક જિલ્લામાં બન્યો હતો જેમાં આખે આખો બ્રિજ જ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં વાત જાણે એમ હતી કે માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇનમાં ભૂલને લીધે બ્રિજ ધરાશાયી થયો હતો. તે કેસમાં પહેલા વિભાગ દ્વારા કોન્ટ્રાકટરને ડરાવવામાં આવ્યો હતો પણ કોન્ટ્રાકટરને બ્રિજની ડિઝાઇન વિષે ખબર પડી ગયી હોવાથી સરકારી ખર્ચે આખો બ્રિજ નવો બનાવી આખી ઘટનાને દબાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાકટર AMC ની મિલીભગત, બેન્ક ગેરંટી વગર જ વર્ક ઓર્ડર અપાયો !

ત્યારે હવે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સૌથી પહેલા ગુનેગાર જે તે વિભાગના અધિકારી જ બને ત્યાર બાદ બીજા નંબરનો ગુનેગાર કોન્ટ્રાકટર બને, ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોત પગલાં તસરકાર દ્વારા લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

Back to top button