વર્લ્ડ

યુએનમાં પાકિસ્તાનના નિવેદન ઉપર ભારતનો વળતો પ્રહાર, જાણો કોણે શું કહ્યું ?

Text To Speech

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનના નિવેદન પર ભારતે વળતો જવાબ આપ્યો છે. ‘જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને ભારતે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર અમારી વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે.

બલોચ પાકિસ્તાનની ક્રૂર નીતિઓનો ભોગ બની રહ્યા છે

ભારતે કહ્યું, “પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા દાયકામાં ‘જબરી રીતે ગાયબ’ થવાની 8,463 ફરિયાદો મળી છે. બલૂચ લોકો આ ક્રૂર નીતિનો ભોગ બને છે. વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો અને સમુદાયના નેતાઓને રાજ્ય દ્વારા નિયમિતપણે દેશનિકાલ કરવામાં આવે છે.” ભારતીય રાજદ્વારી સીમા પુજાનીએ કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓને ધાર્મિક સ્વતંત્રતા નથી. અહમદિયા સમુદાયને તેમની આસ્થાનું પાલન કરવા બદલ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

ખ્રિસ્તીઓ માટે ‘સફાઈ કામદારો’ની નોકરીઓ અનામત

ભારતે વધુમાં કહ્યું કે, ખ્રિસ્તી સમુદાય સાથે સમાન રીતે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેને ઘણી વખત કડક ઈશ્કનિંદા કાયદા દ્વારા નિશાન બનાવવામાં આવે છે. રાજ્ય સંસ્થાઓ સત્તાવાર રીતે ખ્રિસ્તીઓ માટે ‘સફાઈ કામદાર’ નોકરીઓ અનામત રાખે છે.

હિંદુ અને શીખ ધર્મસ્થાનો પર વારંવાર હુમલા

યુએનએચઆરસીમાં ભારતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની હિંસા અને ઉદાસીન ન્યાયતંત્ર અન્ય સમુદાયોની સગીર છોકરીઓના ઈસ્લામમાં પરિવર્તન તરફ દોરી જાય છે. હિંદુ અને શીખ સમુદાયો તેમના પૂજા સ્થાનો પર વારંવાર હુમલા અને તેમની સગીર છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.

પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદને પોષે છે

ભારતીય રાજદ્વારી પુજાનીએ પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનાર દેશ ગણાવ્યો હતો. ભારતે કહ્યું, પાકિસ્તાને હંમેશા આતંકવાદીઓને રક્ષણ આપ્યું છે. આતંકવાદી હાફિઝ સઈદ અને આતંકવાદી મસૂદ અઝહરને વર્ષોથી પોષવામાં આવી રહ્યા છે. આતંકવાદી ઓસામા બિન લાદને પાકિસ્તાની આર્મીની ડિફેન્સ કોલોની પાસે રહેતો હતો.

Back to top button