ગુજરાતની વિવિધ અદાલતોમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા પાંચ જ્યુડિશિયલ ઓફિસરોને પ્રમોશન આપીને તેમજ બે વકીલોને તેમની કામગીરીના આધારે ગુજરાત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક આપવાની ગુજરાત હાઈકોર્ટની કોલેજીયમની ભલામણને સુપ્રીમ કોર્ટની કોલેજીયમે સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે તેમની ગુજરાત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક કરવા ભલામણ કરી છે. તે પ્રમાણે ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમકોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે પાંચ ન્યાયિક અધિકારીઓ અને બે વકીલોના નામની ભલામણ કરી છે.
આ પણ વાંચો: વર્લ્ડ હિયરીંગ ડે: મુખ્યમંત્રીએ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે સંવાદ કર્યો
હાઈકોર્ટમાં જજની સંખ્યા વધીને 31 થશે
સુપ્રીમ કોર્ટ કોલેજીયમની આ ભલામણ હવે આગળની મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી અપાશે. કેન્દ્ર સરકાર દ્વારા તેને મંજૂરી અપાશે તો ગુજરાત હાઈ કોર્ટમાં હાલના જજની સંખ્યા વધશે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં 24 જજનું સંખ્યાબળ છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાશે તો ગુજરાત હાઈકોર્ટમાં જજની સંખ્યા વધીને 31 થશે.
આ પણ વાંચો: ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર
આ લોકોના નામની સુપ્રીમકોર્ટ કોલેજીયમે ભલામણ કરી
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ તરીકે બઢતી માટે ભલામણ કરાયેલા પાંચ જ્યુડિશિયલ ઓફિસરોમાં સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખભાઈ દલસુખભાઈ સુથાર, જિતેન્દ્ર ચંપકલાલ દોશી, મંગેશ રમેશચંદ્ર મેંગડે અને દિવ્યેશ કુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે વકીલ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુવાહાટી હાઈકોર્ટના જજ તરીકે નિમણુંક માટે વરિષ્ઠ વકીલ કરકદ અટેના નામની પણ સુપ્રીમકોર્ટ કોલેજીયમે ભલામણ કરી છે.
આ પણ વાંચો: સુરત: વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ
રાજ્યપાલે પણ આ ભલામણને તેમની સંમતિ દર્શાવી
કોલેજીયમના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે જેમની ભલામણ કરવામાં આવી છે તેઓ અનુભવી ન્યાયિક અધિકારીઓ છે. ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનાગુજરાત હાઈકોર્ટ કોલેજીયમ દ્વારા 26, સપ્ટેમ્બર 2022ના રોજ સર્વસંમતિથી આ ભલામણ કરવામાં આવી હતી. વધુમાં, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલે પણ આ ભલામણને તેમની સંમતિ દર્શાવી હતી.