ગુજરાતટોપ ન્યૂઝ

ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર

Text To Speech

ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર આવી ગયા છે. જેમાં આ વર્ષે માર્કેટમાં કેસર કેરી ખૂટશે નહિ. જુનાગઢમાં આ વખતે કેસર કેરીનો મબલખ પાક થયો છે. જેમાં હોળી બાદ તરત જ દરેક માર્કેટમાં કેસર કેરી આવી જશે.

આ પણ વાંચો: વર્લ્ડ હિયરીંગ ડે: મુખ્યમંત્રીએ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે સંવાદ કર્યો

ગીરની કેસર કેરીની મીઠાશ અને તેની માંગ હોય છે

કેરીની અનેક જાતો છે, પરંતુ ગીરની કેસર કેરીની મીઠાશ અને તેની માંગ હંમેશા વધુ હોય છે. આ કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જ્યારે જુનાગઢમાં યાર્ડમાં છેલ્લા બે દિવસથી કેરીનું આગમન થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં હોળી બાદ કેસર કેરીની આવક વધશે અને કેરી રસીકોને કેરીનો સ્વાદ માણવા મળશે.

બે દિવસમાં 40 જેટલા બોક્સની આવક થઈ

ઉલ્લેખનીય છે કે તાલાલા ગીરની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે જુનાગઢમાં એક માસ પહેલા જ યાર્ડમાં કેસર
કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જુનાગઢ ફ્રુટ માર્કેટના પ્રમુખ અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સ્વાદ રસિયાઓ ફળોની રાણી કેસર કેરીની આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે ત્યારે જુનાગઢ ની યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે, તાલાળા પંથકની કેરીનું આગમન થયું છે આજે 15 બોક્સની આવક થઈ હતી અને બે દિવસમાં 40 જેટલા બોક્સની આવક થઈ છે. જેની સામે 10 કિલોના બોક્સના 2000 થી 3,000 સુધી હરાજીમાં ભાવ રહ્યો હતી.

પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર કરાયું

ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં 23,333 હેક્ટરમાં આંબાના બગીચાઓ આવેલા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 14,301 હેક્ટર જુનાગઢ જિલ્લામાં 8600હેક્ટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર કરાયું છે. ગત વર્ષે 1,56,433 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે ૩૦ ટકા ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ છે.

Back to top button