હોળીના દિવસે ઘરમાં દેખાય આ એક વસ્તુ, તો સમજજો તમે બનવાના છો ધનવાન અને સફળ
હોળીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. હોળીના દિવસ બાદ તમામ માંગલિક અને શુભ કાર્યો થતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે અનેક પ્રકારના શુભ કે અશુભ સંકેત જોવા મળતા હોય છે. જોકે ઘણીવખત આપણે તેવી બાબતોને નજરઅંદાજ કરતા હોઇએ છીએ. હવે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જે ઘરમાં નીકળે તો તમે 100 ટકા ચિંતિત થઇ જશો, પરંતુ તે શુભ નિશાની છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કાનખજુરાનું દેખાવુ રાહુનુ પ્રતિક માનવામાં આવે છે. ખાસ કરીને રાહુ એક છાયા ગ્રહ છે. તેની અસર વ્યક્તિના જીવન પર વધુ પડે છે. હોળીના દિવસે તમને જીવતો કાનખજૂરો દેખાઇ જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આવનારા સમયમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આની પણ થાય છે અલગ અસર
જો હોળીના દિવસે તમને કાનખજૂરો સીડીની નીચે દેખાય તો આવનારા સમયમાં તમને દેવામાંથી મુક્તિ મળી જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. જો તમને મરેલો કાનખજૂરો દેખાય તો તેનો અર્થ છે કે તમારી ઉપર આવનારી કોઇ આફત ટળી ગઇ છે.
મેઇન ગેટ કે મંદિરમાં કાનખજૂરો દેખાવો
જો હોળીના દિવસે કાનખજૂરો મેઇન ગેટમાંથી બહાર આવતો દેખાય તો તેનો અર્થ છે કે ઘરની કોઇ મોટી સમસ્યા સમાપ્ત થવા જઇ રહી છે. જો હોળીના દિવસે ઘરના મંદિર પાસે કાનખજૂરો ફરતો દેખાય તો તેને સૌભાગ્યનો સંકેત માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ હોળીના રંગોની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણો શું તમે જાણો છો?