ટ્રેન્ડિંગધર્મ

હોળીના રંગોની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણો શું તમે જાણો છો?

હિન્દૂ ધર્મની દરેક પરંપરાઓ પાછળ કોઇક ને કોઇક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે. દરેક વાર-તહેવાર, ઉપવાસ કે પૂજા વિધિ પાછળ ધાર્મિકની સાથે સાથે સાયન્ટિફિક રીઝન પણ હોય છે. હોળીના તહેવાર પાછળ પણ ધાર્મિક માન્યતાની સાથે કેટલાક વૈજ્ઞાનિક તર્ક પણ છે. હોલિકા દહનના ધાર્મિક મહત્વ સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છુપાયેલું છે. રંગ અને ગુલાલ લગાવવા પાછળ એક વૈજ્ઞાનિક વિચાર છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

હોળીના રંગોની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણો શું તમે જાણો છો? hum dekhenge news

હોલિકા દહન ફાગણ માસની પૂનમના દિવસે કરવામાં આવે છે અને તેના બીજા દિવસને લોકો ધુળેટીના તહેવાર તરીકે ઉજવે છે. ધાર્મિક ગ્રંથોમાં હોલિકા દહનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, પરંતુ ધુળેટી તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળના કારણોની ઘણા ઓછા લોકોને જાણ હશે. બધા ઉત્સવોની પાછળ આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક વિચારસરણી જ કારણભૂત છે, પરંતુ આજના મોર્ડન જમાનામાં તેના વિશે ઓછા લોકોને ખ્યાલ હોય છે. તો આજે જાણીએ કે આપણે ધૂળેટી શા માટે રમીએ છીએ.

હોળીના રંગોની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણો શું તમે જાણો છો? hum dekhenge news

આ સીઝન હોય છે બિમારીનું ઘર

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ સમયે શિયાળો પૂરો થાય છે અને વસંત ઋતુ શરુ થાય છે. આ સમયે હવામાનની શીતળતા સમાપ્ત થાય છે અને સૂર્યની પ્રખરતાની શરૂઆત થાય છે. બે ઋતુઓનો આ સંગમ આપણા સ્વાસ્થ્ય માટે અનેક બીમારીઓ લઇને આવે છે. સવાર-સાંજ વાતાવરણમાં ઠંડક હોય છે. બપોરે ગરમી આપણને બીમાર ફેલાવે છે. આ મિક્સ કે ડબલ સીઝનની સૌથી વધુ નકારાત્મક અસર બાળકો પર થાય છે.

આ સીઝન શરીરમાં આળસ લાવે છે

શિયાળામાં ઠંડીની અસરને કારણે શરીરમાં કફની વધુ માત્રા હોય છે અને જ્યારે વસંતઋતુની શરૂઆત થાય છે અને તાપમાન વધવા લાગે છે ત્યારે શરીરમાંથી કફ બહાર નીકળવા લાગે છે. તેથી શરદી, ઉધરસ, શ્વાસના રોગોની સાથે ઓરી, શીતળા વગેરે જેવા અન્ય ચેપી રોગો પણ છે. આ બધા કારણોની સાથે સાથે ઋતુનું મધ્યમ તાપમાન પણ શરીરમાં આળસ પેદા કરે છે.

હોળીના રંગોની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણો શું તમે જાણો છો? hum dekhenge news

આ કારણે ઉજવવામાં આવે છે ધૂળેટીનો તહેવાર

હોળીના તહેવાર દરમિયાન, અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે. અગ્નિ પ્રગટાવવાથી બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે, ત્યાં નૃત્ય કે ગીતો ગાઇને હોળીની ઉજવણી કરવાથી શરીરમાં આળસ આવતી નથી. એકબીજા પર રંગ ઉડાડવાની અને રંગ લગાવવાની, રેઇન ડાન્સ કરવાની, હોળીની ખુશીમાં ઝુમવાની સાથે સાથે આવી બધી પ્રવૃત્તિઓ કરવાથી શરીર સ્ફુર્તિલુ રહે છે અને આવા તહેવારો આપણો ઉત્સાહ પણ જાળવી રાખે છે. આ બધી પ્રવૃત્તિઓથી શરીર પણ સ્વસ્થ રહે છે. બસ આજ કારણે વસંતના વધામણા કરવા માટે હોળી અને ધૂળેટી ઉજવાય છે.

આ પણ વાંચોઃ 350 વર્ષ જુના શિવલિંગ પર પડી રહી છે તિરાડોઃ કારણ કરશે હેરાન

Back to top button