સ્પોર્ટસ

INDVsAUS: ભારતમાં છ વર્ષ બાદ ટેસ્ટ જીત્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઇન્ડિયાને 9 વિકેટથી હરાવ્યું

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ પણ ભારત 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે મેચના ત્રીજા દિવસે 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

_IND vs AUS મેચ-humdekhengenews

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચ જીતી, WTCફાઇનલમાં સ્થાન

ઓસ્ટ્રેલિયાએ તેની શાનદાર જીત સાથે WTC ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ભારતની હાર પાછળનુ કારણ તેના બેટ્સમેન બન્યા હતા. ભારતની ટીમ પ્રથમ ઇનિંગમાં 109 રનમાં અને પછી બીજી ઇનિંગમાં પણ 163 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમમાંથી ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી નાથન લાયને ખતરનાક બોલિંગ કરતા 64 રન આપીને 8 વિકેટ ઝડપી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી ઇન્દોર ટેસ્ટ મેચ જીતી

ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી ઇન્દોર ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી. આ જીત સાથે જ તેને WTC ફાઇનલમાં પોતાનું સ્થાન પણ બનાવી લીધું. 76 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ આસાનીથી પુરો કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 49 અને લાબુશેન 28 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી એકમાત્ર વિકેટ આર.અશ્વિને ઝડપી હતી.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણે દેશને ફરી અપાવ્યું ગૌરવ : 95માં ઓસ્કારમાં સંભાળશે આ મોટી જવાબદારી

Back to top button