સુકેશ ચંદ્રશેખરનો વધુ એક ચિઠ્ઠી બોમ્બ, કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ
200 કરોડની છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર મીડિયાને પત્ર લખ્યો છે. સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશે પત્રમાં દાવો કર્યો છે કે 25 માર્ચ, 2017ના રોજ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તેમના જન્મદિવસ પર ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગાયું હતું, પરંતુ રૂપિયાના લોભને કારણે તેમનું વચન તોડ્યું હતું. સુકેશે કેજરીવાલને કહ્યું કે “તમે મને ઠગ કહો છો, પરંતુ તમે સૌથી મોટા કૌભાંડી છો.”ૉ
આ પણ વાંચોઃ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના સ્થાને ટૂંક સમયમાં બે નવા મંત્રી બનાવવામાં આવશે
સુકેશે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે. સુકેશે કેજરીવાલ સરકાર પર ટેબલેટ સ્કીમમાં ગોટાળાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સુકેશે પત્રમાં જણાવ્યું હતું કે બાળકોને ટેબલેટના વિતરણ માટે તૈયાર કરવામાં આવેલા પહેલા ડ્રાફ્ટમાં મારા મારફત ચીનની એક કંપની પાસેથી ટેબલેટ ખરીદવામાં આવી રહ્યા હતા. પરંતુ બીજી કંપનીએ મને 20 ટકા વધુ કમિશન આપવાની લાલચ આપી, તેથી કેજરીવાલ સરકારે મને ટેન્ડર આપવાને બદલે બીજાને ટેન્ડર આપવાનું નક્કી કર્યું.
‘1000 કરોડનું કમિશન લીધું’
સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલ પર અલગ-અલગ કોન્ટ્રાક્ટ દ્વારા 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશનો દાવો છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને દિલ્હી સરકારના વખાણ કરતો આર્ટિકલ એક આંતરરાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયો હતો.
‘જો હું તમારા રહસ્યો ED સમક્ષ જાહેર કરું તો…’
સુકેશે તેના પત્રમાં કહ્યું, “કેજરીવાલ જી, તમે જાણો છો કે EDએ મને કસ્ટડીમાં લેતાની સાથે જ શ્રી ચતુર્વેદી, જેઓ તમારા અને સંતેન્દ્ર જૈનના હવાલા ઓપરેટર છે, તેમને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. 4 દિવસ પહેલા EDની સામે મેં મારા નિવેદનોમાં તમારા, સત્યૈન્દ્ર જૈન અને ચતુર્વેદીના રાઝ ખોલ્યા તો તમે તરત જ સત્યેન્દ્ર જૈનને મંત્રી પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો, અત્યારસુધી આ ફેંસલો નવ મહિનાથી લેવામાં આવ્યો નહોતો.”