ટોપ ન્યૂઝનેશનલ

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મારા ફોનની પેગાસસ દ્વારા જાસૂસી કરવામાં આવી હતી’

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી હાલ લંડનમાં છે અહીં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલે મોદી સરકાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. રાહુલે મોદી સરકાર પર પોતાની જાસૂસી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે અધિકારીઓએ તેમને ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતની તમામ સંસ્થાઓ સરકારના નિયંત્રણમાં છે. મીડિયા અને કોર્ટ પર પણ સરકારનું નિયંત્રણ છે. કેમ્બ્રિજમાં આપેલું ભાષણ તેમના સાથી સેમ પિત્રોડાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

આ પણ વાંચો : ટી-શર્ટને બદલે સૂટ, વધેલી દાઢી પણ ગાયબ… બ્રિટનમાં રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા

કેમ્બ્રિજમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારતમાં મીડિયા અને ન્યાયતંત્ર નિયંત્રણમાં છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું, જેના દ્વારા મારી જાસૂસી કરવામાં આવી હતી. ઈન્ટેલિજન્સ અધિકારીઓએ મને કહ્યું હતું કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. વિપક્ષના અનેક નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. મારી સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. એવા કેસ નોંધાયા છે, જે બિલકુલ કરવામાં આવ્યા ન હતા. જેનો કોઈ અર્થ પણ ન હતો. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

રાહુલ ગાંધીના સંબોધનનો વિષય હતો ‘લર્નિંગ ટુ લિસન ઇન ધ 21 સેન્ચ્યુરી’. આ દરમિયાન, તેમણે કહ્યું, આપણે એવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલું નથી. વિશ્વમાં લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નવા વિચારની જરૂરિયાત વિશે વાત કરી. રાહુલે કહ્યું કે તેને કોઈના પર થોપવામાં ન આવે. તેમણે ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં બાંધકામ ક્ષેત્રના ઘટાડાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, આ પરિવર્તને મોટા પાયે અસમાનતા અને રોષને ઉજાગર કર્યો છે, જેના પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલાં પૂર્વોત્તરના રાજ્યોની જીત માટે ભાજપનું ‘ત્રિવેણી રહસ્ય’ શું છે ?

કેમ્બ્રિજમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વિશે પણ ઘણી વાતો કહી. કાશ્મીરનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, કાશ્મીર ઘણા વર્ષોથી હિંસાથી ઘેરાયેલું છે. સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાને લઈને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે અમે આગળ વધ્યા તો હજારો લોકો ત્રિરંગો લઈને આગળ આવ્યા. એક વ્યક્તિ નજીક આવ્યો, તેણે કેટલાક છોકરાઓ તરફ ઈશારો કરીને કહ્યું કે તેઓ આતંકવાદી છે. એ છોકરાઓ મારી સામે જોઈ રહ્યા પણ કંઈ કરી શક્યા નહિ.

Back to top button