ઉનાળામાં મળનારૂ ફળ ફાલસા લાલ અને કાળા રંગના તેમજ ખાટામીઠા અને એકદમ નાના કદના હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે, તેના ગુણો એટલા જ મોટા છે. ઉનાળામાં પાચન સારૂ રાખવા માટે જરૂરી છે કે ખાવા-પીવાનું પુરતુ ધ્યાન રાખવામાં આવે. ત્યારે સિઝનલ ફળો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે સાથે જ ગરમીથી પણ રાહત આપે છે. તેમાંથી એક છે ફાલસા. તપાવી નાખતી ગરમીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. કારણ કે ફાલસાની તાસિર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ગરમીની ઋતુમાં મળતું આ ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે તેના ગુણો એટલા જ મોટા છે.
ડાયેરિયામાં ફાયદાકારક : હેલ્થ બેનિફિટ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર ફાલસા પેટના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ નીવડે છે. ડાયેરિયાની સારવાર માટે પણ તે ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
શ્ર્વાસ સંબંધી સમસ્યાઓમાં ઉપયોગી : ફાલસાના ફળોનો રસ પીવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શરદી અને શ્ર્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આદુ કે લીંબુના રસની સાથે ફાલસાનો જ્યુસ પીવાથી આરામ મળે છે.
માંસપેશિયોને મજબૂત બનાવે છે : નિયમિત રૂપે ફાલસાના ફળનું સેવન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે. તેમાં પોટેશિયમ અને પ્રોટિન હોવાને કારણે માંસપેશિયોની કાર્યક્ષમતા વધે છે અને તે વધુ મજબૂત બને છે.
ઉર્જા પ્રદાન કરે છે : ફાલસા પ્રોટિનનો ઘણો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે તે શરીરને વધુ ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે અને શરીરની અશક્તિ દૂર થાય છે.
હાડકાને બનાવે છે મજબૂત : ફાલસામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે હાડકા માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે. હાડકાની મજબૂતાઈ માટે પણ ફાલસા ખાવા ગુણકારી છે.