ધર્મ

ભોળાનાથની પૂજામાં પણ રાખજો આ ખાસ સાવધાની

Text To Speech

સોમવારનો દિવસ શિવજીનો વાર હોય છે. આ દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજા સાથે ચન્દ્ર ગ્રહના ઉપાય પણ કરવામાં આવે છે. જો તમે આ ઉપાય કરશો તો તમને ધન સંબંધી પરેશાનીઓ અને માનસિક તનાવમાંથી મુક્તિ મળશે તો આવો જાણીએ સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાના સહેલા ઉપાય

1. સોમવારના વિશેષ દિવસે શિવજીને દૂધ અને જળથી અભિષેક કરો અને બિલ્વ પત્ર ચઢાવો. ચન્દ્ર ગ્રહ માટે દૂધ અને ચોખાનુ દાન સોમવારે જરૂર કરો. કુંવારા લોકોએ શિવજીને દર સોમવારે દૂધ અને જળનો અભિષેક જરૂર કરવો જોઈએ. આવુ કરવાથી તેમના લગ્નમાં આવતા તમામ અવરોધ દૂર થઈ જાય છે.

2. સોમવારના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરો. જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. મંત્રનો જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

3. સોમવારના દિવસે શિવજીના મંદિર જાવ અને ત્યા ગરીબ લોકોને અન્નનુ દાન કરો. જેમને જરૂર છે તેમને ધન દાન કરો. સોમવારના દિવસે સુહાગન સ્ત્રીઓ સુહાગનો સામાન દાન કરવો જોઈએ. સુહાગના સામાનમા લાલ બંગળીઓ કંકુ અને લાલ સાડીનુ દાન કરો. આવુ કરવાથી પતિને કોઈ બીમારી હોય તો જલ્દી ઠીક થશે અને પતિ-પત્નીના સંબંધમાં મીઠાશ આવશે.

આ તો હતા શિવજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો હવે જોઈએ એવા કેટલાક કામ જે સોમવારે ન કરવા જોઈએ. કેટલાક કાર્ય એવા છે જેમને જો વ્યક્તિ કરે છે તો ભગવાન શિવ અને માતા પાર્વતી ક્રોધિત થાય છે. આવી વ્યક્તિ ભલે કેટલા પણ પૂજા પાઠ કરી લે તેને પૂજાનુ ફળ મળતુ નથી. જ્યા સુધી વ્યક્તિ આ કાર્યોને કરવાનુ છોડતો નથી ત્યા સુધી ભગવાન શિવ પ્રસન્ન થતા નથી..

આવો જાણીએ એવા કેટલાક કાર્યો જે સોમવારે ન કરવા જોઈએ.

– કોઈ બીજાના ધન કે સ્ત્રી પર નજર રાખવી, ચોરી કરવી, જુગાર રમવો, માતા-પિતા અને દેવી દેવતાઓનુ સન્માન ન કરવું અને સાધુ સંતો પાસેથી પોતાની સેવા કરાવનારા વ્યક્તિથી ભગવાન શિવ અપ્રસન્ન રહે છે.

– આપ સૌ જાણો છો કે શિવજીને નંદી ખૂબ પ્રિય છે. તેથી સોમવારે ગાયનુ અપમાન બિલકુલ ન કરવુ જોઈએ એટલે સોમવારે ગાયને ન તો મારશો કે ન તો ભગાડશો કે કોઈપણ પ્રકારની તકલીફ ન આપવી જોઈએ.

– શિવજીને પોતાની પત્ની પાર્વતી પ્રત્યે ખૂબ સ્નેહ છે તેઓ પાર્વતીજીનુ ખૂબ સન્માન પણ કરે છે. તેથી તેઓ ઈચ્છે છે કે તેમના ભક્તો પણ આવુ જ કરે. આથી સોમાવારે પતિ-પત્નીએ લડાઈ ઝગડો ન કરવો ટાળવો જોઈએ.

Back to top button