પાલનપુર : ધી ડીસા ટેક્ષબાર એસોસિએશન દ્વારા એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો
પાલનપુર : ડીસા ખાતે ધી ડીસા ટેક્ષ બાર એસોસિયેશન દ્વારા એક દિવસીય કાયદાકીય સેમિનાર બુધવાર નાં રોજ ખાનગી હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં એક્સપર્ટ તરીકે ગાંધીનગરથી (CA) બ્રિજેશભાઈ ઠાકર તેમજ અમદાવાદથી (CA) મેહુલભાઈ ઠક્કરે GST તથા ઈન્કમટેકસ ઉપર કાયદાકીય સમજ આપી હતી. કાર્યકમની શરૂઆતમાં એસોસિયેશન ના સહમંત્રી આશિષભાઈ જોશી દ્વારા પ્રાર્થના કરી દિપ પ્રાગટય કરી કાર્યકમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એસોસિયેશન ના પ્રમુખ પ્રકાશભાઈ કાનુડાવાલાએ આવકાર પ્રવચન કર્યું હતું. કાર્યકમના અંતે મંત્રી શૈલેષભાઈ મહેસુરીયાએ આભાર વિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસિયેશન ભૂતપૂર્વ પ્રમુખ અને સેમિનારના કન્વીનર શાંતિલાલ સી. ઠક્કર તેમજ શૈલેષ મહેસુરીયાએ કરેલ. આ કાર્યક્રમમાં એસોસિયેશન ભૂતપૂર્વ પ્રમુખ કનુભાઈ મહેસુરીયા, સુરેશભાઈ ઠક્કર, પ્રધાનજીભાઈ પરમાર, જગદીશભાઈ વ્યાસ, ઈશ્વરલાલ કાનુડાવાલા, સતિષભાઈ બનાવાલા, દિલિપભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, અમૃતભાઈ મેવાડા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમ ને સફળ બનાવવામાં એસોસિયેશનના ખજાનચી જે.પી. નાઈ, ઉપપ્રમુખ દેવરામભાઈ રાજગોર, રીજ્ઞેશભાઈ વારડે, તેમજ જયેશભાઈ કાનુડાવાલાએ જેહમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ઝેરડામાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડની હત્યા