ગુજરાત

હોળી માટે GSRTC એ શરૂ કરી વિશેષ બસ સેવા, જાણો તમામ અપડેટ

Text To Speech

હાલ હોળી ઘૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યોછે. ત્યારે આ તહેવારમાં બસમાં લોકોની અવર જવર પણ ખૂબ વધી જતી હોય છે. ત્યારે મુસાફરોને કોઈ અસુવિધા ન થાય અને તેમને વતન જવા માટે સમયસર બસ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવવામાં આવશે.

હોળી-ધૂળેટી પર વધારાની બસો દોડાવાશે

જાણકારી મુજબ હોળી-ધૂળેટીના આ તહેવાર પર એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તહેવાર પર દ્વારકા, ડાકરો તરફ જવાનો પણ ટ્રાફિક વધી જતો હોય છે. જેના કારણે મુસાફરોને અનેક તકલીફો પડતી હોય છે. ત્યારે એસટી નિગમ દ્વારા અમદાવાદ વિભાગની 330, સુરતની 466, રાજકોટની 386, વડોદરાની 315 બસો વધારાની દોડાવવામાં આવશે.

તમામ ડિવિઝનને સૂચના અપાઈ

એસટી નિગમ દ્વારા જાહેર કરવામા આવ્યું છે કે આ હોળી ધૂળેટીના તહેવાર પર મુસાફરો સમયસર વતન પહોંચી શકે તે માટે વધારી બસો દોડાવવામાં આવશે. અને આ માટે તમામ ડિવિઝન સૂચના આપવામાં આવી છે.

GSRTC-humdekhengenews

દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં કુલ 4300 ટ્રીપોનું સંચાલન

આજથી થી 7 માર્ચ સુધી હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક પહોંચી વળવા માટે કુલ 4300 ટ્રીપોનું સંચાલન એસટી નિગમ દ્વારા કરવામાં આવશે.

જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ માટેની ટ્રીપો

દ્વારકામાં હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ઉજવાતાં ફૂલડોલ ઉત્સવ માટે જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ ખાતેથી અંદાજીત કુલ -200 જેટલી ટ્રીપોનું સંચાલન એસટી નિગમ દ્વારા કરાશે.

વડોદરા, નડિયાદ, અમદાવાદ, ગોધરા માટેની ટ્રીપો

ડાકોર ખાતે ઉજવાતા હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન વડોદરા, નડિયાદ, અમદાવાદ, ગોધરા ખાતેથી વધારાના મુસાફર પ્રમાણને પહોંચી વળવા માટે અંદાજીત કુલ – 2500 જેટલી એક્સ્ટ્રા સંચાલન કરવામા આવશે. હોળી ધૂળેટી, ફૂલ ડોલ ઉત્સવ, ડાકોર ખાતે અંદાજીત કુલ 7000 જેટલી વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘પઠાણ’ શાહરૂખ સાથે નહીં કામ કરે ‘પુષ્પા’ અલ્લુ અર્જુન, આપ્યું મોટું કારણ

Back to top button