પાલનપુર : ડીસાના ઝેરડામાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડની હત્યા
પાલનપુર : ડીસા તાલુકાના ઘાડા ગામે બુધવારે મોડી રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે બસ સ્ટેન્ડથી ઘર તરફ જઈ રહેલ આધેડ ઉપર પાછળથી અજાણ્યા શખ્સોએ હથિયાર ના ઘા મારી હત્યા કરતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
નવેક વાગ્યા ના સમયે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
ડીસા -ધાનેરા હાઈવે ઉપર આવેલ ઝેરડા ગામના અને જમીન ના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ ખેડૂત પરબતભાઈ ડાયાભાઈ ગળસોર (રબારી) બુધવારે મોડી રાતે ઝેરડા બસ સ્ટેશન થી પોતાના ઘર (ખેતર) તરફ પગપાળા જઈ રહ્યાં હતાં. જે દરમિયાન શાળા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા શખ્સોએ પરબતભાઈ ગળસોરને માથા, ગળા, હાથ તેમજ શરીરની ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં ગ્રામજનો સહિત પરીવારના સભ્યો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. માલધારી સમાજના આશાસ્પદ અને જમીન ની લે- વેચ સાથે સંકળાયેલા પરબતભાઈ ગળસોર મોટું મિત્ર વર્તૃળ ધરાવતા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા
આ અંગે ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે રાત્રે તેઓની લાશની ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમઆર થી લાવવામાં આવી હતી જ્યાં સવારે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું પીએમ કરાયું હતું.
આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર
મૃતક પરબતભાઈ ની લાશનું ડીસા સિવિલમાં પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ કરાયું હતું.જોકે સવારે પરિવારજનો સગા સંબંધીઓ સહિત રબારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમજ પરબતભાઈ ની ખૂબ જ ઘાતકી રીતે હત્યા થઈ હોય હત્યારાઆને તાત્કાલિક પકડી લેવાની માંગ કરી જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરતા ઉત્તેજના વયાપી જવા પામી હતી. જો કે પોલીસે હત્યારાઆને ઝડપથી પકડી લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
હત્યારાને ઝડપથી પકડી લઈશું : DYSP
મૃતક પરબતભાઈ ની લાશ લેવાનો રબારી સમાજ દ્વારા ઇન્કાર કરાતા ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને રબારી સમાજના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, નરસિંહભાઈ રબારી, મેરાજભાઈ વકીલ,સાગરભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ સાથે ચર્ચા કરી હત્યારાઓને ટૂંક સમયમાં પકડવાની ખાતરી આપતા પરબતભાઈની લાશ અંતિમવિધિ માટે તેમના ગામ લઈ જવાઈ હતી.
આ પણ વાંચો : પાલનપુર: હવે…. ડીસામાં જાહેર માર્ગ ઉપર ઘાસ નહિ વેચી શકાય