નાગાલેન્ડના પ્રથમ મહિલા ધારાસભ્ય બનેલા હેકાની જાખાલુ કોણ છે ? જાણો તેમની સંઘર્ષ ગાથા
નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી હતી. હેકાણી તેમાંના એક હતા. હેકાનીને NDP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે લોજપા (રામ વિલાસ) ના અજેતો જીમોમીને 1536 મતોથી હરાવ્યા. અને નાગાલેન્ડના ઈતિહાસમાં પ્રથમ મહિલા ધારાસભ્ય બની ગયા. ત્યારે આ મહિલા કોણ છે અને તેમના જીવનની સંઘર્ષ કથા વિશે જાણો.
નાગાલેન્ડની પ્રથમ મહિલા ધારાસભ્ય
નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં એક ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી છે. નાગાલેન્ડના ઈતિહાસમાં પ્રથમ મહિલા ધારાસભ્ય બની હેકાનીએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
2018માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરાયો
હેકાની જાખલુને 2018માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ટોલુવી ગામના વતની છે. તેમજ તેઓ ઉત્તરપૂર્વની મહિલાઓ માટે પ્રતિષ્ઠિત પુરસ્કાર પાપ્ત કરનાર એકમાત્ર છે.
17 વર્ષથી એનજીઓ દ્વારા સમાજસેવા
હેકાની જાખાલુ વ્યવસાયે વકીલ છે. તેઓ તેમના સમર્થકોમાં એક કાર્યકર તરીકે પણ ઓળખાય છે. તેઓ યુથનેટ નામની એનજીઓ પણ ચલાવે છે. અને આ એનજીઓ દ્વારા તેઓ છેલ્લા 17 વર્ષથી સમાજ સેવા કરી રહ્યા છે. અને સ્થાનિક યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા માટે મદદ કરી રહ્યા છે. તેમણે 1.2 લાખ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપીને રોજગાર અપાવવામાં સફળતા મેળવી છે. તેમણે આ અંગે કહ્યું હતુ કે જ્યા સુધી તમે સિસ્ટમમાં આવતા નથી ત્યાં સુધી તમે ઘણું બધુ કરી શકતા નથી.
આ જીત બદલ હેકાનીએ શુ કહ્યું ?
જખાલુએ આ જીતને લઈને જણાવ્યુ હતુ કે રાજ્યની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં આજદિન સુધી કોઈ મહિલા પ્રતિનિધિ નથી બની. જેથી તેઓ તેમની આ જીત બદલ ખુબ જ ખુશ છે. તેમણે કહ્યું કે થાનિક ધારાસભ્યની ફરજ છે કે તેઓ તેમના મતવિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય આરોગ્ય સુવિધાઓ અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.
આ પણ વાંચો : ધંધા રોજગારીને વેગ આપવા રાજ્યમાં 42 ઔદ્યોગિક પાર્કમાં 47.95 કરોડનું રોકાણ