મનોરંજન

પતિને જેલ ભેગો કર્યા બાદ રાખી સાવંત પોતે બનશે પોલીસ, આ ફિલ્મમાં જોવા મળશે

Text To Speech

‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી રાખી સાવંત પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું ટાઈટલ તેના ભાઈ રાકેશ સાવંતે જાહેર કર્યું છે. રાખી સાવંત હાલમાં તેના પતિ આદિલ ખાનને જેલમાં મોકલવાને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે તેના પર એક ફિલ્મ બનાવવમાં આવશે જેમાં રાખી મહિલા પોલીસના રોલમાં જોવા મળશે.

રાખી સાવન પર બનશે ફિલ્મ

‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત હવે તેના અંગત જીવનની સમસ્યાઓને બાજુ પર રાખીને પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. પહેલા તેણે પોતાની એકેડમી ખોલી અને હવે તેના પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં તે પોતે લીડ હીરોઈન હશે. આ ફિલ્મમાં તે મહિલા પોલીસના રોલમાં જોવા મળશે. આ વાતનો ખુલાસો તેના ભાઈ રાકેશ સાવંતે કર્યો છે.

રાખી સાવંત -humdekhengenews

આ ફિમ્લમાં જોવા મળશે રાખી

રાકેશે રાખી સાવંત પર બની રહેલી ફિલ્મનું ટાઇટલ પણ જાહેર કર્યું છે. આ ફિલ્મનું નામ ‘રાઉડી રાખી’ હશે. આમાં અભિનેત્રી પોલીસની ભૂમિકા ભજવશે. તેનું દિગ્દર્શન રાકેશ પોતે કરશે અને ગૌરવ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. રાકેશે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતુ કે આ ફિલ્મ તેની બહેનના જીવન અને સફર પર આધારિત હશે. તેણે ફિલ્મનું શીર્ષક પણ સમજાવ્યું અને કહ્યું કે રાખી તેના સ્વભાવ માટે સાચી છે અને તે કોઈને પણ છોડતી નથી જે તેને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરે છે. રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાની વિશે રાકેશે કહ્યું, “પતિ આદિલ ખાન સામેનો તેનો કેસ માત્ર તેનો જ નથી. તે એક મોટા કારણથી લડી રહી છે.”

આ પણ વાંચો : અંબાણી હવે હેલ્થ સેક્ટરમાં કરશે એન્ટ્રી , સસ્તા ભાવે જટિલ રોગોની ઓળખ કરતી કીટ લાવશે

Back to top button