ગુજરાતટોપ ન્યૂઝ

નકલી PSI મયુર તડવી પર પોલીસ એક્શન, 10 માર્ચ સુધી રિમાન્ડ પર

Text To Speech

નકલી PSI મયુર તડવી આખરે પોલીસના પકડમા આવી ગયા બાદ મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસે મયુરતડવીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેના પર કોર્ટે 10 માર્ચ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ તરફથી 15 જેટલા મુદ્દાઓમાં તપાસ કરવાની હોવાથી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી .

આ પણ વાંચો : ગુજરાત: બોર્ડની પરીક્ષામાં કોપી સાથે પકડાયા તો 2 વર્ષ ઘરે બેસવું પડશે

ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ ઘટનામાં ગાંધીનગર એલસીબી સમગ્ર તપાસ કરી રહી છે. સમગ્ર મામલે મયુર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે.

Nakli PSI Mayur Tadvi Hum Dekhenge News

ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયુર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો. કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે. પ્રકાશમાં આવેલું કૌભાંડ સરકારી નોકરી અને દેશસેવા માટે લાયક ઉમેદવારોના હક્ક ઉપર તરાપ સમાન છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને સારો પ્રતિસાદ ના મળતા લેવાશે આ નિર્ણય

વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછડતા સરકાર આ મામલે તમામ તપાસ કરી રહી છે. તેમજ કૌભાંડમાં સંડોવાયેલા તમામને ઝડપી પાડી દાખલારૂપ કાયર્વાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. બોગસ પીએસઆઇની તાલીમ મામલે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસથી આ મામલા પર તપાસ ચાલી રહી છે

Back to top button