ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

પયંગબર વિવાદ વચ્ચે ડચ સાંસદે નૂપુર શર્માનું સમર્થન કર્યું, કહ્યું- ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતાએ કંઈ ખોટું કહ્યું નથી

Text To Speech

પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલા નિવેદનને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાએ કરવામાં આવેલા નિવેદનને કારણે બીજેપી બેકફુટ પર છે, ત્યારે પક્ષે નૂપુર શર્માને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તો બીજી તરફ ગલ્ફ દેશોમાં ભારતીય પ્રોડ્ક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ હોબાળા વચ્ચે નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ખુલ્લેઆમ નૂપુર શર્માનું સમર્થન કર્યું છે.

ગીર્ટ વિલ્ડર્સે કહ્યું કે “તે ખૂબ જ હાસ્યાસ્પદ છે કે ભારતીય નેતા નૂપુર શર્માએ પયંગબર વિશે સત્ય કહેવા પર આરબ અને ઈસ્લામિક દેશો ગુસ્સે છે. તેણે પૂછ્યું કે ભારતે શા માટે માફી માંગવી જોઈએ?” તેમને ભારતીયોને નૂપુર શર્માનો બચાવ કરવાની સલાહ આપી.

નેધરલેન્ડના સાંસદે શું કહ્યું?
નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ટ્વિટ કર્યું, ‘તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. એટલા માટે મારા ભારતના મિત્રો, તમારે મુસ્લિમ દેશોના ખતરા હેઠળ ન આવવું જોઈએ. સ્વતંત્રતા માટે ઉભા થાઓ અને ગર્વ લો અને પ્રોફેટ વિશે સત્ય બોલનાર તમારા નેતા નૂપુર શર્માના બચાવમાં અડગ રહો.’ આ ટ્વીટ બાદ ગીર્ટ વિલ્ડર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે અંગે તેમને કહ્યું કે મને પાકિસ્તાનથી લઈને તુર્કી સુધી ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ ધમકીથી કંઈ હાંસલ થશે નહીં. હું સત્ય કહેવાનું બંધ નહીં કરું.

મુસ્લિમ દેશોએ પયગંબર વિરૂદ્ધ કરેલી ટિપ્પણીની નિંદા કરી
આ પહેલા કતાર, કુવૈત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા સહિત 10થી વધુ મુસ્લિમ દેશોએ પયંગબર પર કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરી હતી. સાઉદી અરેબિયાએ પણ નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીની નિંદા કરી છે. સાઉદી અરેબિયાની સંવાદ સમિતિ SPA અનુસાર, વિદેશ મંત્રાલયે નૂપુર શર્માની ટિપ્પણીની ટીકા અને જાહેરમાં નિંદા કરતા કહ્યું, “વિદેશ મંત્રાલય, પયગંબર મોહમ્મદનું અપમાન કરતી ટિપ્પણી માટે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાની નિંદા કરે છે અને જાહેરમાં નિંદા કરે છે. સાઉદી અરેબિયા પણ ઇસ્લામના પ્રતીકોને અસ્વીકાર અને તમામ ધાર્મિક વ્યક્તિઓ સામે પૂર્વગ્રહનું પુનરાવર્તન કરે છે. “

Back to top button