નેશનલ

JNU માં વિરોધ પ્રદર્શન કે ધરણા કરવા પર હવે થશે આટલો દંડ !

Text To Speech

દિલ્હીની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હવે આંદોલન કે ધરણાં કરવા ભારે પડી શકે છે. જેએનયુ તંત્ર દ્વારા આ માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર, વિદ્યાર્થીઓને કેમ્પસમાં ધરણા કરવા બદલ 20,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને હિંસાને કારણે તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 10-પાનાના ‘JNU વિદ્યાર્થીઓ માટે શિસ્ત અને યોગ્ય આચરણના નિયમો’ માં વિરોધ અને વિવિધ કૃત્યો માટે સજા જોગવાઈ છે અને શિસ્તના ભંગ માટે તપાસ પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : JNU હિંસા ને 3 વર્ષ પૂર્ણ, હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ સકંજાથી દૂર
JNU - Humdekhengenewsઆ નિયમો 3 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બતાવવાના વિરોધને પગલે આનો અમલ કરવામાં આવ્યો હતો. આ નિયમોને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કાઉન્સિલ યુનિવર્સિટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જો કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ ધ્યાન દોર્યું હતું કે આ બાબતને વધારાની એજન્ડાની આઇટમ તરીકે લાવવામાં આવી હતી અને નોંધ્યું હતું કે દસ્તાવેજ કોર્ટના કેસ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સચિવ વિકાસ પટેલે નવા નિયમોને તુઘલકી ફરમાન ગણાવ્યું છે.JNU - Humdekhengenewsજેએનયુ પ્રશાસને દંડની રકમને બે ભાગમાં વહેંચી દીધી છે. દંડની મહત્તમ રકમ 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને બીજી રકમ 30,000 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે JNU કેમ્પસમાં કોઈ સભ્ય, વિદ્યાર્થી, કર્મચારી અથવા ત્યાં રહેતા કોઈપણ વ્યક્તિ સાથે ખોટું કરો છો અથવા કોઈપણ પ્રયાસમાં સામેલ જણાયા તો તમને 50 હજારનો દંડ થઈ શકે છે. આમાં, ઉપરોક્ત વ્યક્તિઓમાંથી કોઈ ધમકાવશે અથવા વાંધાજનક વર્તન કરશે તો પણ તે જ રકમ હશે. બીજી તરફ, જો તમે યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારની બળજબરી કરો છો, જેમ કે, યુનિવર્સિટીના સામાન્ય શૈક્ષણિક અને વહીવટી કામમાં અવરોધ ઉભો કરવો, તો તમને 30,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં તમારું એડમિશન પણ કેન્સલ થઈ શકે છે.

Back to top button