મધ્ય ગુજરાત

અમદાવાદ હિટ એન્ડ રન : BMW કાર ચાલકે દારૂના નશામાં દંપતીને અડફેટે લીધા

Text To Speech

અમદાવાદ શહેરમાં સિમ્સ હોસ્પિટલ નજીક એક દંપતી ચાલવા નિકડ્યું હતું તે દરમિયાન BMW કાર ચાલકે દારૂના નશામાં રસ્તા પર ચાલતા દંપતીને અડફેટે લીધા હતા. અકસમત બાદ કાર ચાલક ઘટનસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.BMW - Humdekhengenews મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ઝેડસથી સિમ્સ હોસ્પિટલ જતાં રસ્તે એક દંપતી ચાલવા નિકડ્યું હતું તે દરમિયાન એક પુરપાટ ઝડપે BMW કરે દંપતીને અડફેટે લીધું હતું, ત્યારબાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલો આને ગ્લાસ હોલ્ડરમાંથી એક ગ્લાસમાં દારૂ પણ મળી આવ્યો હતો. હાલ ટ્રાફિક પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર ચાલકની શોધખલ કરી રહી છે.

આ પણ વાંચો : વિધાનસભા ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ ક્યારે, સત્તા પક્ષમાંથી જ કોઈએ કર્યો સવાલ !

બીજી તરફ  ઘાયલ દંપતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારની તપાસ કરતાં તેમાંથી સત્યમ શર્મા નામક એક બેંક પાસબુક મળી આવી હતી. જેના આધારે કાર ચાલક સત્યમ શર્મા હોવાનું જણાયું હતું. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે યુવક બેફામ રિટેકર હંકારી રહ્યો હતો આને દંપતીને અડફેટે લીધા એ પહેલા તેને એક કારને પણ ટક્કર મારી હતી.

Back to top button