ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં GST રિટર્ન નહીં ભરનારા પર તવાઇ, ડિપાર્ટમેન્ટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી

Text To Speech

જીએસટી રિટર્ન ફાઇલ કરવાથી મોઢું સંતાડનારા 300 વેપારીઓ પર તવાઈ આવી છે. જેમાં સીજીએસટી વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ દ્વારા રિકવરી કાર્યવાહી શરૂ કરી છે. તેમાં સીજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ કરી રહ્યા નથી. તથા જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારા 300થી વધુ વેપારીઓ સામે સીજીએસટી વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ડુંગળી વેચતા ખેડૂતો રડ્યાં, 472 કિલો ડુંગળી વેચી આવકની જગ્યાએ ખોટ કરી રૂ.131 ભર્યા 

કેટલાક વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ કરતા નથી

સીજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી એક મહિનામાં તમામ વેપારીઓને ત્યાં તપાસ કરી તેમની પાસેથી દંડ અને વ્યાજ સહિતની રકમ વસૂલ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો જીએસટીના કાયદા મુજબ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. કેટલાક વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ નહીં કરી જીએસટી પણ નથી ચૂકવી રહ્યા અને સરકારને ચૂનો ચોપડી રહ્યા છે. વારંવારની સૂચનાઓ છતાં સમય પર રિટર્ન નહીં ફાઇલ કરનારા વેપારીઓ સામે હવે જીએસટી વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: વડોદરામાં રૂ.30 હજાર આપી “લાઇફટાઇમ” સુધી મફતમાં ગેસ વાપરવાનું કૌંભાડ ઝડપાયું 

છ મહિના સુધી રિટર્ન ફાઇલ ના કરતા વેપારીઓના રજિસ્ટ્રેશન રદ

જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સુરત જીએસટી કમિશનરેટ સહિત દેશભરમાં જીએસટી વિભાગને તેમના કાર્યક્ષેત્રના જે વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ નથી કરી રહ્યા અને ત્રણ મહિના વીતી ગયા બાદ પણ ટેક્સ નથી ચૂકવ્યો તેવા વેપારીઓની યાદી મોકલી છે. જેના આધારે જીએસટી વિભાગ દ્વારા તેમના ત્યાં ઓફિસર મોકલી ટેક્સ કલેક્શન માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે વેપારીઓ વ્યાજ અને પેનલ્ટી સાથે ટેક્સ ચૂકવવામાં અખાડા કરી રહ્યા છે તેમની સામે જીએસટીના કાયદા પ્રમાણે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા એક મહિના સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. જીએસટી વિભાગ પાસે અંદાજિત 300 વેપારીઓની યાદી છે કે જેઓએ રિટર્ન ફાઇલ નથી કર્યા અને ટેક્સ ચૂકવ્યો નથી. ઉલ્લેખનીય છે કે જે લોકો છ મહિના સુધી રિટર્ન ફાઇલ નથી કરતા તેવા વેપારીઓના રજિસ્ટ્રેશન જીએસટી વિભાગ રદ કરી દે છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

Back to top button