પ્રોફેટ મોહમ્મદ વિવાદ: Dutch સાંસદનું નૂપુર શર્માને સમર્થન, જાણો- શું કહ્યું Dutch સાંસદે ?
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નુપુર શર્માની ખાડી સહિત મુસ્લિમ બહુમતી ધરાવતા દેસોમાં આકરી નિંદા અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે હવે નેધરલેન્ડના સાંસદ ગર્ટ વિલ્ડર્સે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માનું સમર્થન કર્યું છે. જી હાં, નેધરલેન્ડના સાંસદ ગર્ટ વિલ્ડર્સે ખુલ્લેઆમ નુપુર શર્માનું સમર્થન કર્યું છે. ગર્ટ વાઈલ્ડર્સે કહ્યું કે “તે ખૂબ જ હાસ્યાસ્પદ છે કે ભારતીય નેતા નુપુર શર્માને પયગંબર વિશે સત્ય કહેવા પર આરબ અને ઈસ્લામિક દેશો ગુસ્સે છે.” તેણે પૂછ્યું કે ભારતે શા માટે માફી માંગવી જોઈએ? તેણે ભારતીયોને નૂપુર શર્માનો બચાવ કરવાની સલાહ આપી.
નેધરલેન્ડના સાંસદ ગર્ટ વિલ્ડર્સે શું કહ્યું?
નેધરલેન્ડના સાંસદ ગર્ટ વિલ્ડર્સે ટ્વિટ કર્યું, ‘તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. એટલા માટે મારા ભારતના મિત્રો, તમારે મુસ્લિમ દેશોના ખતરા હેઠળ ન આવવું જોઈએ. સ્વતંત્રતા માટે ઉભા થાઓ અને તમારા નેતા નુપુર શર્માનો બચાવ કરવામાં ગર્વ અનુભવો જેણે પ્રોફેટ વિશે સત્ય કહ્યું.’ આ ટ્વીટ પછી ગર્ટ વિલ્ડર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. તેના પર તેણે કહ્યું કે ‘મને પાકિસ્તાનથી લઈને તુર્કી સુધી ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ ધમકીથી કંઈ હાંસલ થશે નહીં. હું સત્ય કહેવાનું બંધ નહીં કરું.’
It is ridiculous that Arab and Islamic countries are angered by Indian politician #NupurSharma @NupurSharmaBJP for speaking the truth about #ProphetMuhammad who indeed married Aisha when she was six years old and consumed the marriage when she was nine. Why does India apologize?
— Geert Wilders (@geertwilderspvv) June 6, 2022
મુસ્લિમ દેશોએ પ્રોફેટ પર કરાયેલી ટિપ્પણીની ટીકા કરી
આ પહેલા કતાર, કુવૈત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા સહિત 10થી વધુ મુસ્લિમ દેશોએ પયગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરી હતી. સાઉદી અરેબિયાએ પણ નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીની નિંદા કરી છે.સાઉદી અરેબિયાની સંવાદ સમિતિ SPA અનુસાર, વિદેશ મંત્રાલયે નૂપુર શર્માની ટિપ્પણીની ટીકા અને જાહેરમાં નિંદા કરતા કહ્યું, “વિદેશ મંત્રાલય, પયગંબર મોહમ્મદનું અપમાન કરતી ટિપ્પણી માટે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાની નિંદા કરે છે અને જાહેરમાં નિંદા કરે છે.” સાઉદી અરેબિયા પણ ઇસ્લામના પ્રતીકોને અસ્વીકાર અને તમામ ધાર્મિક વ્યક્તિઓ સામે પૂર્વગ્રહનું પુનરાવર્તન કરે છે.