ટ્રેન્ડિંગનેશનલ

બ્રિટનના વિદેશ મંત્રીએ BBCમાં IT સર્વેનો મુદ્દો ઉઠાવ્યો, તો ભારતના વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ

Text To Speech

બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવર્લીએ એસ. જયશંકર સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન જેમ્સ ક્લેવર્લીએ તાજેતરમાં BBC ઓફિસો પર કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ સર્વેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું કે અમે કાયદા મુજબ કામ કર્યું છે. ભારતમાં કાર્યરત તમામ સંસ્થાઓએ અહીંના કાયદાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

જેમ્સ ક્લેવર્લી 1 અને 2 માર્ચે G-20 વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવેલા છે. જયશંકર અને જેમ્સ ક્લેવર્લીએ વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જેમાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં દ્વિ-માર્ગીય જોડાણને વિસ્તૃત કરવાની રીતોનો સમાવેશ થાય છે.

શું કહ્યું વિદેશ મંત્રીએ ?

વિદેશ મંત્રી જયશંકરે ગયા અઠવાડિયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે BBC ડોક્યુમેન્ટ્રીનું આવવું અચાનક નથી. જુઓ કોણ તેને સમર્થન આપે છે. આ દાયકાઓથી ચાલી રહ્યું છે. તેનો હેતુ ભારત વિરોધી એજન્ડા ચલાવવાનો છે.

શું છે મામલો?

ગયા મહિને આવકવેરા અધિકારીઓએ નવી દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસમાં સર્વે કર્યો હતો. 2002ના ગુજરાત રમખાણો વિશે BBCની એક ડોક્યુમેન્ટ્રીના વિવાદ વચ્ચે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે અનેક વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં બ્રિટનના વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયના સંસદીય ઉપમંત્રી ડેવિડ રૂટલીએ પણ કહ્યું હતું કે અમે BBC માટે ઉભા છીએ. અમે BBCને ફંડ આપીએ છીએ, અમને લાગે છે કે BBC વર્લ્ડ સર્વિસ મહત્વપૂર્ણ છે. અમે ઈચ્છીએ છીએ કે BBCને સંપાદકીય સ્વતંત્રતા મળે.

Back to top button