ટ્રેન્ડિંગમનોરંજન

શાહરુખ ખાન કેમ રાખે છે ફીમેલ બોડી ગાર્ડ્સઃ સુપર સ્ટારનો જવાબ મન મોહી લેશે

Text To Speech

બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. તેમાં મોટા પ્રમાણમાં ફીમેલ ફેન્સ પણ સામેલ છે. દિલવાલે દુલ્હિનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી અનેક ફિલ્મોમાં આદર્શ લવરનો રોલ પ્લે કરી ચુકેલા શાહરૂખ પર આજે પણ કરોડો છોકરીઓ ફીદા છે. શાહરૂખ જ્યારે પબ્લિકમાં હોય છે ત્યારે તેની ફીમેલ ફેન્સ તેને ટચ કરવા, તેને હગ કરવા અને સાથે સેલ્ફી લેવા ઇચ્છે છે.

શાહરુખ ખાન કેમ રાખે છે ફીમેલ બોડી ગાર્ડ્સઃ સુપર સ્ટારનો જવાબ મન મોહી લેશે hum dekhenge news

આ કારણે કિંગખાને લીધો હતો નિર્ણય

શાહરૂખ ખાને તેમની ફીમેલ ફેન્સથી પ્રોટેક્ટ કરવા માટે ફીમેલ બોડીગાર્ડ રાખી છે. શાહરૂખ ખાન મહિલાઓ સાથે પોતાના ઉમદા વર્તન માટે જાણીતો છે. તે ક્યારેય એવુ ઇચ્છતો નથી કે તેના મેલ બોડીગાર્ડ્સ તેની ફીમેલ ફેન્સને રુડલી ટ્રીટ કરે.

શાહરુખ ખાન કેમ રાખે છે ફીમેલ બોડી ગાર્ડ્સઃ સુપર સ્ટારનો જવાબ મન મોહી લેશે hum dekhenge news

શાહરૂખને પસંદ નથી આ વાત

થોડા સમય પહેલા એક ઇવેન્ટ દરમિયાન શાહરૂખે ખુદ જણાવ્યુ હતુ કે જ્યારે તેના મેલ બોડીગાર્ડ્સ તેની ફીમેલ ફ્રેન્ડને તેનાથી દુર કરે છે કે પછી તેમને ધક્કો મારે છે અથવા તેમની સાથે સહેજ પણ ખરાબ વર્તન કરે છે તે તેને બિલકુલ પસંદ પડતુ નથી. આ જ કારણ છે કે કોઇ ફીમેલ ફેનને કંઇ પણ ખરાબ અનુભવ ન થાય તે માટે સુપર સ્ટાર ફીમેલ બોડીગાર્ડ પણ રાખે છે.

આ પણ વાંચોઃ કયા સંજોગોમાં અને કોને મળે છે Y+ અને Z+ સુરક્ષા, જાણો દેશમાં સુરક્ષાની કેટલી શ્રેણીઓ છે

Back to top button