રાજ્ય સરકારના બજેટ સત્રમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટેનું યોગ્ય આયોજન કરવાની દિશામાં ગુજરાત સરકાર 1 માર્ચથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 1 એપ્રિલથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.
આ પણ વાંચો : PSI ભરતી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો, વિપક્ષે હોબાળો કરી ગૃહમંત્રીના રાજીનામાંની કરી માંગ
આ માટે રાજ્ય સરકારે ધાન્ય પાકોના ટેકાના ભાવો પણ જાહેર કર્યા, જે મુજબ ઘઉંના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,125 રૂપિયા, બાજરીના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,350 રૂપિયા, હાઈબ્રીડ જુવારના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,970 રૂપિયા, માલડંડી જુવારના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,990 રૂપિયા. રાગીના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 3,578 રૂપિયા, મકાઈના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 1962 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે.
અન્નદાતાઓની દરકાર, હંમેશા કરે છે ગુજરાત સરકાર.. @CMOGuj @PMOIndia @InfoGujarat pic.twitter.com/41HQKETJN6
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) March 1, 2023
આ માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તારીખ 1 માર્ચથી 31 માર્ચ 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે.
છેલ્લા ઘણાં સમયથી જુવાર રાગી અને મકાઈના ટેકાના ભાવની ખરીદી અંગે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી. જેના પર આખરે સરકારે મંજૂરી લગાવી દીધી છે. આ માટેના ભાવ પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.