સુરતમાં રખડતા કૂતરાઓના આતંક, પાંચ વર્ષની બાળકીનો ભોગ લીધો
ગુજરાતમાં રખડતા કૂતરાઓના આતંકની સતત વધતી ઘટનાઓ વધી રહી છે. ત્યારે હડકવાથી છ વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીને છ મહિના પહેલાં શરીર ઉપર થયેલી ઇજાના ઘા ઉપર કૂતરું ચાટ્યું હતું. ઇન્જેક્શન પણ મૂકાવ્યા હતાં. જોકે, તેને બે-ત્રણ દિવસ પહેલાં હડકવાના લક્ષણો દેખાયા હતાં અને આખરે તેનું મોત થયું હતું. એટલે કૂતરાંની આ હરકતના લીધે બાળકીનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નવસારીના ડેપ્યુટી GST કમિશનરની મુશ્કેલીઓ વધશે, હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ
ઘા ઉપર કુતરાએ ચાટી લેતા તેની લાળ બાળકીના શરીરમાં પ્રવેશી
ઉલ્લેખનીય છે કે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગયેલી બાળકીને કપાળના ભાગે ઈજા થઇ હતી. ત્યારે ઘા ઉપર કુતરાએ ચાટી લેતા તેની લાળ બાળકીના શરીરમાં પ્રવેશી હતી. જોકે, આ બનાવના છ મહિના પછી બાળકીમાં રેબીઝ (હડકવા)ના લક્ષણો દેખાતી તેને પહેલાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેને હડકવાનું નિદાન કરાયું હતું. વધુ સારવાર માટે તેને પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યાં મંગળવારે વહેલી સવારે બાળકીએ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો: પાટીદાર આંદોલન મામલે હાર્દિક પટેલે પલ્ટી મારી, વિધાનસભામાં કહી મોટી વાત
કૂતરો કરડે તે પહેલા જેનિશભાઈએ કૂતરાંને ભગાડી દીધો
હોસ્પિટલના સૂત્રો કહે છે કે, પાલનપુર જકાતનાકા ખાતે આવેલી સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા જેનિશ ફોટોગ્રાફરની સાડા પાંચ વર્ષીય પુત્રી ખુશી છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગઈ હતી, ત્યારે તેની પાછળ કૂતરો દોડ્યો હતો. જોકે, કૂતરો કરડે તે પહેલા જેનિશભાઈએ કૂતરાંને ભગાડી દીધો હતો. વચેતીરૂપે ખુશીને હડકવા વિરોધી ઇન્જેક્શન પણ મુકાવ્યા હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં વાયરલ અટેક: 10 દિવસમાં આ બિમારીના કેસમાં થયો વધારો
સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું
દરમિયાન ગયા અઠવાડિયે ખુશીની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી. તેના શરીર અને વર્તનમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. બાળકીને તેનો પરિવાર પહેલાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ત્યાંના ડોક્ટરોએ રેબિઝ હોવાનું કહી સરકારી હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપી હતી. સોમવારે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સ્મીમેરમાં બાળકીને પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું.