મનોરંજન

‘પુષ્પા’ના ચાહકોની પ્રતીક્ષાનો અંત, ‘પુષ્પા 2’ નો પહેલો લૂક અભિનેતાના જન્મદિવસે જ રજૂ કરાશે

Text To Speech

ફિલ્મ ‘પુષ્પા’ના ચાહકો ‘પુષ્પા’ના બીજા ભાગની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પુષ્પાના ચાહકોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. હવે આગામી એપ્રિલમાં પુષ્પા ટૂનો પહેલો લૂક આવી જશે. આ ફિલ્મના પહેલા ભાગ ‘પુષ્પા, ધી રાઈઝ’ને લોકોએ ખૂબ પસંદ કરી છે. ત્યારે આ ફિલ્મની મોટી સફળતા બાદ હવે પુષ્પાનો બોજો ભાગ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ચાહકોમાં ખુબ ઉત્સુકતા છે.

અલ્લુ અર્જુનના જન્મ દિવસે ફિલ્મનો ફર્સ લૂક રજૂ થશે

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મેકર્સ ટૂક સમયમાંજ ‘પુષ્પા’ના બીજા ભાગનો ફર્સ્ટ લુક શેર કરશે. મીડિયયા રિપોર્ટસ અનુસાર આ ફિલ્મનો ફસ્ટ લુક આ અભિનેતાના 41માં જન્મ દિવસે જ પર જ રિલીઝ થવા જઈ રહ્યો છે. એટલે 8 મી એપ્રિલના રોજ અભિનેતા તેના જન્મ દિવસ પર ચાહકોને આ ભે્ટ આપશે.

પુષ્પા 2-humdekhengenews

ફિલ્મ ક્યારે રિલીઝ થશે ? 

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે થયું હતુ ત્યારે ફિલ્મનું શુટિંગ હજુ પુરુ થયું નથી.આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવી શકે તેવી શક્યાતા છે.

આ પણ વાંચો : ગ્રીસમાં મોટી દુર્ઘટના : ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક અથડામણ, 26 લોકોના મોત, અનેક ઘાયલ

Back to top button