ટોપ ન્યૂઝનેશનલ

હોળી પહેલાં સામાન્ય જનતાને મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો કેટલો વધ્યો ભાવ

Text To Speech

સામાન્ય જનતા માટે મોંઘવારીમાં વધુ એક બોજ મળી રહ્યો છે. દેશમાં ઘરેલું એલપીજી સિલિન્ડર આજથી મોંઘું થઈ ગયું છે અને તમને ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ. 50 મોંઘો થયું છે. હોળીના તહેવાર પહેલા જ એલપીજી સિલિન્ડરના ભાવ વધતાં સામાન્ય જનતાના ઘરનું બજેટ ફરી એકવાર ખોરવાશે.

એટલું જ નહીં આ સાથે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે અને તેની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 350.50 રૂપિયા મોંઘા થયા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. મુંબઈમાં એલપીજીની કિંમત 1052.50 રૂપિયાથી વધીને 1102.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તો કોલકાતામાં LPGની કિંમત 1079 રૂપિયાથી વધીને 1129 રૂપિયા થઈ ગઈ છે.

LPG gas cylinders

દિલ્હીમાં આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. એલપીજી, એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત વખતે 1 ફેબ્રુઆરીએ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો ન હતો.

આ પણ વાંચો : અંબાણી પરિવારને દેશ અને વિદેશમાં પણ Z+ સિક્યુરિટી આપવા સુપ્રીમનો આદેશ 

 

Back to top button