મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે 10 આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે 10 પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી છે જેની સુનાવણી આગામી તા.4 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
135 લોકોના મોત થયા હતા
મોરબીમાં ગત 10/10/2022 ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે 135 લોકોના મોત થાય હતા જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચ્ચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે.
શા માટે જામીન અરજી મુકી
આ જામીન અરજી તેઓએ હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી તા.4 માર્ચના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે