મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને ઉડાવવાની ધમકી, નાગપુર પોલીસ કંટ્રોલને આવ્યો ફોન
મહારાષ્ટ્રના નાગપુર પોલીસ કંટ્રોલમાં એક વ્યક્તિએ એવો કોલ કર્યો કે પોલીસના દોડતી ગઈ. આ ફોન કોલ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે મુકેશ અંબાણીના એન્ટિલિયા તેમજ અમિતાભ બચ્ચનના અને બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રના ઘરે બ્લાસ્ટ થશે. કોલ મળ્યા બાદ નાગપુર પોલીસે મુંબઈ પોલીસને આ માહિતી આપી છે. તો ત્યાં જ, મુંબઈ પોલીસ કોલ કરનારને શોધવાના પ્રયાસો કરી રહી છે.
શું છે મામલો?
એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના ઘરની બહાર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ પછી, નાગપુર પોલીસે મુંબઈ પોલીસને આ એલર્ટ મોકલ્યું અને પોલીસ તરત જ એલર્ટ થઈ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સાથે મળીને તમામ જગ્યાઓ પર સર્ચ કરી રહી છે. આ સિવાય ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે આતંકી હુમલાને અંજામ આપવા માટે હથિયારોથી સજ્જ 25 લોકો મુંબઈના દાદર પહોંચ્યા છે.