અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

હાટકેશ્વર ઓવરબ્રિજને લઈને ચોંકાવનારો રિપોર્ટ, સરકાર માન્ય એજન્સીએ કર્યો આ ખુલાસો

અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર ઓવરબ્રિજ( મહારાજ છત્રપતિ શિવાજી)ને લઈને વિવાદ સર્જાયો છે. છેલ્લા છ મહિનાથી આ ઓવરબ્રિજની કામગીરીને કારણે તેને બંધ રાખવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા માત્ર 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે. તેમજ સરકાર માન્ય એજન્સી CIMEC કરેલા ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે બ્રિજના નિર્માણમાં નક્કી કરેલા ધોરણો કરતાં ઓછો કોંક્રિટ વાપરવામાં આવ્યો છે.

હાટકેશ્વર ઓવરબ્રિજને થયો મોટો ખુલાસો

અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર ઓવરબ્રિજને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં એક રિપોર્ટમાં આ બ્રિજની ક્ષમતા માત્ર 20 ટકા સુધીની જ હોવાનું જાણવા મળ્યું છે. સરકાર માન્ય એજન્સી CIMEC કરેલા ટેસ્ટમાં ખુલાસો થયો છે કે બ્રિજના નિર્માણમાં નક્કી કરેલા ધોરણો કરતાં ઓછો કોંક્રિટ વાપરવામાં આવ્યો છે. અને આ બ્રિજનો ટોપ સ્લબનો કોક્રિટ ગ્રેડ M45 ડિઝાઇન ગ્રેડ કરતા ઓછો હતો.

હાટકેશ્વર ઓવરબ્રિજ -humdekhengenews

 

રિપોર્ટમાં સામે આવી આ માહિતી

રિપોર્ટમાં જણાવ્યા મુજબ બ્રિજ સ્પાનના ઉપયોગ થયેલો કોંક્રિટ શંકાસ્પદ ઉપજાવે તેવો છે. ગ્રેડ ઓફ કોંક્રિટ મિનિમમ 3 પોઇન્ટ હોવો જોઇએ તેના બદલે ગ્રેડ ઓફ કોંક્રિટ માત્ર 1.48થી લઇ 2.59 ગ્રેડ છે. મહ્તવનું છે કે સૌ પહેલા માર્ચ 2021માં બ્રિજ પર ગાબડા પડવાની શરૂઆત થઇ હતી. જે બાદ તેને લઈને ટેસ્ટ કરવવામાં આવ્યો હતો. જેમાં . ટોપ સ્લબનો કોંક્રિટ ગ્રેડ M45 ડિઝાઇન કોંક્રિટ ગ્રેડ કરતા ઓછો હોવાનો ખુલાસો થયો હતો. અને ટેસ્ટ કોંક્રિટ ઓછો હોવાની વિગતો સામે આવ્યા બાદ પણ ડિટેઇલ NDT ટેસ્ટ તે સમયે કરવામાં ન આવ્યો. જેથી ફેબ્રુઆરી 2022, જૂન 2022 તથા ઓગસ્ટ 2022માં ઓવરબ્રિજ પર ફરી ગાબડા પડ્યા હતા.

ઓવરબ્રિજ બંધ રહેતા લોકોમાં રોષ

હાટકેશ્વરમાં 563 મીટરનો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ વર્ષ 2017 ચૂંટણી પૂર્વે ખુલ્લો મુકાયો હતો. પરંતુ છેલ્લા છ મહિનાથી આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આ ઓવરબ્રિજ બંધ રહેતા લોકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આ ઓવરબ્રિજ પરથી હજારો વાહનો, પ્રાઈવેટ અને હેવી તથા લાઈટ વાહનો પસાર થતા હતા. પરંતુ તેના સામારકામને કારણે બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ છે. અને હવે ટેસ્ટ તપાસ દરમિયાન બ્રિજના બધાજ ભાગના કોક્રિટની સ્ટ્રેન્થ ખૂબજ ઓછી તથા ગુણવતા શંકાસ્પદ આવતા આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય જણાય છે.

આ પણ વાંચો : અખિલેશ યાદવે સીએમ યોગીને આપ્યો જવાબ, કહ્યું- ‘જો કોઈ પિતા વિશે કંઈક કહે તો…

Back to top button