GCCIની યૂથ વિંગ દ્વારા ક્રિકેટ ટુર્નામેંટ GYPL-5નું આયોજન, બેસ્ટ બોલરનો એવોર્ડ રીયા અગ્રવાલને
જીસીસીઆઈની યૂથ વિંગ દ્વારા ક્રિકેટ ટુર્નામેંટ GYPL-5નું આયોજન શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં છ પુરુષ ટીમ આને ત્રણ મહિલા ટીમે ભાગ લીધો હતો. આ લીગમાં કુલ 130 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પુરુષ કેટેગરીમાં સાત મેચ રમવામાં આવીહતી, જેમાં સ્ટેલર ગેલેક્સી ટીમ વિજયી બની હતી. ફિમેલ કેટેગરીમાં ત્રણ મેચ રમાડવામાં આવી હતી જેમાં બાઈક્સ ઓટો દિવસની ટીમ વિજયી બની હતી. મહિલા કેટેગરીમાં વુમન ઓફ ધ મેચનો એવોર્ડ કિંજલ પટેલ, સંજના ધરીયા અને ડૉ. નિરાલી પટેલને આપવામાં આવ્યો હતો. જ્યારે બેસ્ટ બોલરનો એવોર્ડ રીયા અગ્રવાલને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આપણી માતૃભાષા ગુજરાતી ફરજિયાત કરવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર
વિજેતાઓ આને રનર અપ ટીમોના એવોર્ડ અપૂર્વ શાહના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેંટમાં 250 થી વધુ યૂથ વીંગના સભ્યોએ ભાગ લીધો હતો. યૂથ વિંગ ચેરમેન હેમલ પ્રજાપતિએ સફળ આયોજન બદલ આયોજકો આને કમિટીના સભ્યોનો આભાર માણ્યો હતો.