ઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણા : શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહલગ્નમાં 29 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

Text To Speech

પાલનપુર : શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના તૃતીય સમુહલગ્ન ગોજારીયા મુકામે યોજાઇ ગયા. જેમાં સંતો, રાજકીય અને સામાજિક આગેવાનોની સવિશેષ ઉપસ્થિત તેમજ મોટી સંખ્યામાં સમાજબંધુઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્ન

26મી ફેબ્રુઆરી રવિવારના દિવસે ગોજારીયા મુકામે દંઢાવ્ય પ્રજાપતિ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 29 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સામાજિક કાર્યક્રમમાં નરભેરામ અન્નક્ષેત્ર આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજ, જુનાગઢ આશ્રમના સંત વિશ્વભારતી મહારાજ અને ખોરોજ આશ્રમના સંતશ્રી રમાબાએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમમાં સમાજના દાતાઓનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયા હાજર રહ્યા

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના સમુહલગ્ન સમિતિના પ્રમુખ મણીલાલ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ અને રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના ઉપર ભાર મુક્યો હતો.વધુમાં તેમને સમાજની કેટલીક જૂની રુઢીઓને તિલાંજલિ આપી વ્યસન મુક્ત સમાજ થાય તે માટે આહવાન કર્યું હતું.અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ પ્રદેશ અધ્યક્ષ મનહરભાઈ પ્રજાપતિએ પણ સમાજને ગોળવાદ ભૂલી સમાજને એકવાદ થયા અપીલ કરી હતી.

સમૂહલગ્ન સમિતિ દ્વારા કરાયેલા સુંદર આયોજનને સરાહનીય ગણાવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય મેહરભાઈ પટેલ,ગોજારીયા ગામના સરપંચ પરેશભાઈ પટેલ,દંઢાવ્ય 66 પ્રજાપતિ સમાજના પ્રમુખ નારણભાઈ પ્રજાપતિ,સમૂહલગ્ન સમિતિના ઉપપ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ,મંત્રી કેવળભાઈ પ્રજાપતિ, ખજાનચી બાબુભાઇ પ્રજાપતિ, અને સહમંત્રી અમરતભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય સહિત સમાજના વિવિધ 14 જેટલા મંડળોના પ્રમુખ-મહામંત્રી સહિત હોદેદારો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા કોલેજના યજમાન પદે યોજાયું વેસ્ટઝોન યુનિવર્સિટી ક્રિકેટ બહેનોનું સિલેક્શન

Back to top button