ટ્રેન્ડિંગધર્મ
ગોળના આ ઉપાય તમારી કિસ્મત બદલશેઃ પૈસાની તંગી હવે નહીં રહે
આપણે તો અનેક સદીઓથી ગોળનું સેવન કરતા આવ્યા છે. ઠંડીની સીઝનમાં તો ગોળનું સેવન વરદાનરૂપ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગોળ અનેક રીતે લાભદાયક છે. માત્ર આરોગ્યની દ્રષ્ટિએ જ તેના લાભ નથી, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ તે લાભદાયક છે. ગોળનું સેવન આરોગ્ય માટે સારુ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ પણ તેના અનેક લાભ છે. જ્યોતિષ અનુસાર ગોળને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ સુર્યનો કારક છે. તેથી ગોળના કેટલાક ઉપાય તમારા સુર્યને મજબૂત કરી શકે છે. આ ઉપરાંત ગોળના ઉપાયો કરવાથી નોકરી, વેપાર, ધન, દેવુ અને આરોગ્ય જેટલી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. આવો ગોળના કેટલાક વિશેષ જ્યોતિષ ઉપાયો અંગે જાણો.
- જો તમારી કુંડળીમાં મંગળ કમજોર છે, તો મંગળવારના દિવસે ગોળનું દાન કરો. આ ઉપાયથી તમને ભાગ્યનો સાથ મળશે. મંગળને મજબૂત કરવા માટે આ દિવસે 800 ગ્રામ ઘઉં અને એટલી માત્રામાં ગોળ મેળવીને હનુમાનજીના મંદિરમાં રાખો. આમ કરવાથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવ દુર થશે.
- જો તમારી કોઇ મનોકામના પુરી નથી થઇ રહી તો ગોળનો મોટો કટકો લઇને તેને લાલ કપડામાં બાંધી દો. તેમાં એક રુપિયાનો સિક્કો નાંખીને તેને નદીમાં પ્રવાહિત કરો.
- જે લોકો નોકરીને લઇને પરેશાન છે તેઓ કોઇ નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જતા હોય તો ઘરેથી નીકળતા પહેલા ગાયને લોટ અને ગોળ ખવડાવે, તેનાથી તમારા કામમાં કોઇ પરેશાની નહીં આવે.
- જે વ્યક્તિના લગ્ન ન થઇ રહ્યા હોય તે ગાયને ઘઉંની રોટલીમાં ગોળ લઇને ખવડાવે.