બહુ દુખ થાય જ્યારે તમે ગુજરતમાં રહેતા હોવ, ગુજરાતી હોવ, ગુજરાતી તમારી માતૃભાષા હોય આને તમારે તેને ફરજિયાત શાળામાં ભણાવવા માટે બિલ લાવું પડે. પણ આજે ગુજરતી ભાષાને ફરજિયાત ભણાવવા અંગેનું વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આપ દ્વારા પણ આ બિલને સમર્થન આપવામાં આવ્યું છે.ભારતના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દરેક રાજ્યમાં પોતાની ભાષાને લઈને જે માન સન્માન આપવામાં આવે છે તે ગુજરાતમાં ક્યાંક આપવામાં આવતું ન હોય તેવું આ વિધેયક લાવવાની નોબત આવી તેના પરથી લાગી રહ્યું છે. ગુજરાત સરકારના કહેવા પ્રમાણે માતૃભાષાની જાળવણી કરવા માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે ત્યારે તેના પરથી કહી શકાય કે આ બિલ ન આવ્યું હોત તો નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષા બોલવાની જ બંધ થઈ જાત.
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે ગુજરતી વિષયને ફરજિયાત કરવા માટે ગુજરત સરકારને અનેકવાર ટકોર કર્યા બાદ સરકાર ધીમેથી જાગી આને આજે 15 મી વિધાનસભામા ગુજરાતી વિષયને ફરજિયાત કરતું વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. ત્યારે કેમ આ બિલને લાવવાની સરકારને જરૂર પડી તે પણ સમજવાની બાબત છે. આજે ગુજરતમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અંગ્રેજી અને હિન્દી વિષય પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મોટા શહેરોમાં તમે કોઈ પણ દુકાનમાં કે ક્યાંય મોટા શોપિંગ મોલમાં જાઓ ત્યારે તમે અનુભવ્યું જ હશે કે તમે ગુજરાતમાં નહિ પણ ગુજરાતની બહાર ફરો છો. કારણ કે મોટા શહેરોમાં આજે અંગ્રેજી અને હિન્દી બોલવાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. મોટા શહરોની મોટી શાળાઓમાં તો ગુજરતી વિષયનું મહત્વ જાણે શૂન્ય હોય તેવું તમને લાગશે.
તમે માનશો નહિ પણ મોટી શાળાઓમાં તો બાળકના વાલિને બોલાવીને કહેવામાં આવે છે કે ઘરે તમે તમારા બાળક જોડે વાત કરો તો હિન્દી કાંતો અંગ્રેજીમાં કરો જેથી તમાર બાળકને સારું અંગ્રેજી અને હિન્દી આવડે. પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહેલા આપણાં સમાજનું આ કડવું સત્ય છે. કોઈ પણ વિષયમાં કડકડાટ બોલતા અને લખતા આવડવું એ જરૂરી છે પણ આપણે આપણી માતૃભાષાને ખૂણામાં દબાવીને બીજી ભાષાઓ બોલવા લાગીએ તે સમાજ માટે અને આપણી ગુજરાતી સંસ્કૃતિ માટે ચિંતાનો વિષય છે.
ગુજરાત સરકાર દ્વારા વિધેયક પસાર કરીને તેમા અલગ અલગ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે પણ તેની અમલવારી કેટલી થશે તે પણ જોવું રહ્યું.