નેશનલ

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર

Text To Speech

આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કર્યાના બે દિવસ પછી સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. આજે વહેલી સવારે અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.

આતંકવાદી ઠાર-humdekhengenews

અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર

મળતી માહિતી મુજબ આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કર્યાના બે દિવસ બાદ આજે સુરક્ષા દળોએ અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો છે. ભારતીય સુરક્ષા દળોને પદગામપોરા અવંતીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે પોલીસ અને સુરક્ષા દળો અવંતીપોરામાં છુપાયેલા આતંકીઓ સુધી પહોંચ્યા અને એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.

કાશ્મીર ઝોન પોલીસે આપી માહિતી

કાશ્મીર ઝોન પોલીસે આ અંગે ટ્વીટર પર માહિતી આપતા લખ્યું છે કે પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. અને આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે પુલવામાં ટાર્ગેટ કિંલીંગમાં સામેલ હોઈ શકે છે.

મૃતદેહ હજુ સુધી મળ્યો નથી

જ્યારે પોલીસ અને સુરક્ષા દળો માહિતીને આધારે આતંકીઓ સુધી પહોંચ્યા તો એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. અને થોડા સમય પછી પોલીસ તરફથી એવી માહિતી મળી કે અવંતીપોરા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જો કે આ આતંકવાદીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. તેમજ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એક આતંકી હજુ પણ ત્યાં ફસાયેલો છે.

આ પણ વાંચો  : ગુજરાત: 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ

Back to top button