ગુજરાત

રાજ્યમાં ડુંગળીના બજાર ભાવ અંગે CM ભૂપેન્દ્ર પટેલને પૂર્વમંત્રી જીતુ વાઘાણીએ કરી રજૂઆત

Text To Speech

રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ કરેલી રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ અને ધારાસભ્યઓએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજુઆતો કરેલ હતી. જેના પ્રતિભાવમાં કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે હૈયા ધારણ આપવામા આવી હતી. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપવા બદલ આગેવાનોએ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો ખેડૂતો વતી આભાર માન્યો હતો.

jitu vaghani Hum Dekhenge News

સરકારે ગત વર્ષે રૂા.100 કરોડની સહાય જાહેર કરી હતી

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નૂકશાનથી બચાવવા રાજ્ય સરકારે ગત વર્ષે રૂા.100 કરોડની સહાય જાહેર કરી હતી. જેમાં રાજય સરકારે ખેડૂતો દ્વારા અરજી કર્યા બાદ કુલ 31674 ખેડૂતોને કુલ રૂા.69.26 કરોડની સહાય ચુકવવામાં આવી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Gitaba Jadeja File Image-Hum Dekhenge
Gitaba Jadeja File Image-Hum Dekhenge

રજૂઆતમાં કોણ-કોણ જોડાયું હતું ?

રાજ્યમાં ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.

Back to top button