ટ્રેન્ડિંગધર્મ

હોળી 2023: કોણે હોળીની પરિક્રમા ન કરવી જોઇએ?

Text To Speech

હોળીના દિવસે સાંજે હોળિકાદહનની પરંપરા છે. આ દિવસે હોળી પ્રગટાવીને તેની પરિક્રમા કરવામાં આવે છે. તેનું કારણ વિજ્ઞાન, ધર્મ અને આરોગ્ય સાથે પણ સંકળાયેલુ છે. હોલિકાદહન માટે લોકો ભેગા થઇને હોળીની પરિક્રમા કરે છે. આ બધી બાબતો આરોગ્યા સાથે પણ સંકળાયેલી હોવા છતાં કેટલાક લોકોને હોળીની પરિક્રમા કરવાની પરવાનગી હોતી નથી. નહીંતો તે વ્યક્તિને હાનિ થઇ શકે છે.

આ લોકોએ હોળીની અગ્નિ ન જોવી જોઇએ

હિંદુ માન્યતાઓ અનુસાર નવવિવાહિત સ્ત્રીઓએ પ્રગટાવેલી આગ ન જોવી જોઇએ. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓએ પણ હોળીની પરિક્રમા ન કરવી જોઇએ. આમ કરવાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

હોળી 2023: કોણે હોળીની પરિક્રમા ન કરવી જોઇએ? hum dekhenge news

શું છે તેની પાછળનું કારણ?

નવવિવાહિત સ્ત્રીઓએ સળગતી હોલિકાની અગ્નિ ન જોવી જોઇએ, તેની પાછળ એક વિશેષ કારણ છે. હોળિકાની અગ્નિ સળગતા શરીરનું પ્રતિક માનવામાં આવે છે, તેથી નવવિવાહિત સ્ત્રીએ તે ન જોવુ જોઇએ. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓએ હોલિકાની પરિક્રમા ન કરવી જોઇએ. આમ કરવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે.

આ પણ વાંચોઃ લાંબી અને હેલ્ધી લાઇફ જોઇતી હોય તો આ સુપરફૂડ્સને ડાયેટનો ભાગ બનાવો

Back to top button