ગુજરાતી શાળાઓમાં ભણતા બાળકોને ફરજિયાત ગુજરાતી આવડવું જોઈએ આ વાતને લઈને વારંવાર હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. અને હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર હવે જાગી હોય તેમ લાગી રહ્યુ છે. જેથી રાજ્ય સરકાર દ્વારા હવેથી સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત થશે તેવો નિર્ણય કર્યો છે.
ગુજરાતી ફરજીયાત કરવા માટે બિલ રજૂ કરાશે
રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભણાવવાને લઈને મુદ્દો હાલ ગરમાયેલો છે. અનેક શાળાઓને નોટિસ આપ્યા બાદ પણ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા પર ધ્યાન આપવામાં આવતુ ન હતુ જેના કારણે અનેક વાર હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે પણ અનેક વારક રાજ્ય સરકારને ટકોર કરી છે. ત્યારે વારંવાર હાઈકોર્ટની ટકોર બાદ હવે સરકાર જાગી છે. અને રાજ્ય સરકાર શાળાોમાં ગુજરાતી ફરજીયાત કરવા માટે 28 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે વિધાનસભામાં બિલ રજૂ કરશે. જે બાદ ધોરણ 1થી 8 માં ગુજરાતી ભાષા ફરજિયાત બનશે. આવતી કાલે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર વિધાનસભામાં બિલ રજુ કરશે.
રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી થશે ફરજિયાત
રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બિલ દાખલ કરશે. રાજ્યમાં આવેલ તમામ બોર્ડની શાળાઓને પણ ગુજરાતી ભાષા માટે આવરી લેવામા આવશે, અને ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે ભણાવવા શાળાઓમાં સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવું પડશે તેમજ બહારના રાજ્યો માટે અથવા ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે મુક્તિ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતું તેમન વ્યાજબી કારણો સાથે લેખિત વિનંતી આધારે મુક્તિ અપાશે.
નિયમોના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈ
હવેથી કોઈ પણ શાળા આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમાં દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જે મુજબ 1 મહિના અથવા પ્રથમ વખતે ઉલ્લંઘન થાય તો રૂપિયા 50 હજારનો દંડ કરાશે અને બીજી વખત ઉલ્લંઘન થાય તો રૂપિયા 1 લાખનો દંડ તેમજ 1 જ મહિનામાં જો ત્રીજી વાર ઉલ્લંઘન થાય તો રૂપિયા 2 લાખનો દંડ, 1 વર્ષ સુધી નિયમોનું ઉલ્લંઘન થાય તો શાળાનું જોડાણ પણ રદ્દ કરવામાં આવશે.
આ પણ વાંચો : પ્રવાસે જતા શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત, 8 થી વધુ ઇજાગ્રસ્ત