હોળી 2023: દેશના વિવિધ રાજ્યોમાં રસપ્રદ રીતે ઉજવાય છે આ તહેવાર
આપણા દેશમાં હોળીનો તહેવાર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. વ્રજની હોળી દેશભરમાં સૌથી ફેમસ છે. આ સાથે ઉત્તરપ્રદેશની હોળી, રાજસ્થાનની હોળી, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.
ગુજરાતની હોળી
ગુજરાતમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં હોળીના તહેવારમાં લોકો એકબીજા પર રંગો ઉડાડે છે અને કેસુડાના ફુલોનું પાણી છાંટીને ધુળેટીની મજા માણે છે. ધુળેટીના અગાઉના દિવસે આપણા ત્યાં હોલિકાદહનની પ્રથા છે.
વ્રજની હોળી આકર્ષણનું કેન્દ્ર
વ્રજની હોળી દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે. બરસાનાની લઠમાર હોળી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ પરંપરા સમગ્ર વ્રજમાં ઘણા દિવસો સુધી ચાલે છે. મથુરા વૃંદાવનની સાથે સાથે વ્રજના અન્ય ક્ષેત્રોમાં પણ હોળી 15 દિવસ સુધી ઉજવાતી હોય છે.
કુમાઉની હોળી
ઉત્તરાખંડના પ્રદેશોમાં ઉજવાતી પર્વતોની હોળી વિશે વાત કરીએ તો કુમાઉ પ્રદેશની બેથકી હોળી ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે હોળી ઉભા કરવાની પણ પરંપરા છે. અહીં હોળી શાસ્ત્રીય સંગીત દ્વારા ગીતો સાથે ઉજવવામાં આવે છે. મહિલાઓ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હોળીના કાર્યક્રમો અનેક દિવસો પહેલા શરૂ થાય છે અને સ્થાનિક કલાકારો તેમાં પોતાનું કૌશલ્ય બતાવે છે.
હરિયાણાની ધુલંડી હોળી
હરિયાણા રાજ્યમાં ધુલંડીનો તહેવાર લોકપ્રિય છે. અહીં હોળી પર ભાઇ ભાભીના સંબંધોનો ખાસ રંગ હોય છે. અહીં એક મહિના સુધી આ તહેવારની ઉજવણી થાય છે.
છત્તીસગઢની હોળી
છત્તીસગઢ વિસ્તારમાં હોળીમાં લોકગીતોની અદ્ભુત પરંપરા છે. જ્યારે મધ્યપ્રદેશના માલવા વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં તે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અહીં ભગોરિયા હોળી ઉજવવામાં આવે છે. બિહારનું ફાગુઆ પણ ખુબ અનોખુ છે.
આ પણ વાંચોઃ હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય