યુટિલિટી ડેસ્કઃ Appleની વાર્ષિક WWDC (વર્લ્ડ વાઈડ ડેવલપર કોન્ફરન્સ) 2022ના પહેલા દિવસે કંપનીએ કેટલીક મોટી જાહેરાતો કરી છે. Appleએ નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 16, તેમજ નવા M2 ચિપસેટ સાથે 13-ઇંચના MacBook Air અને MacBook Pro લેપટોપ લોન્ચ કર્યું છે. જ્યારે MacBook Airને નવી ડિઝાઇન મળી છે, ત્યારે MacBook Proની ડિઝાઇન એ જ રાખવામાં આવી છે.
MacBook Air M2 વિશે શું ખાસ છે?
નવા લેપટોપની ડિસ્પ્લે હવે MacBook Pro 14-ઇંચ જેવા નોચ સાથે આવશે. કંપનીએ હવે FaceTimeના કેમેરાને 720p ને બદલે 1080p પર અપગ્રેડ કર્યો છે. આ સિવાય લેપટોપમાં 2 Thunderbolt અથવા 4 USB પોર્ટ આપવામાં આવ્યા છે. આ વખતે લેપટોપમાં ટ્રુ ટોન ટેક્નોલોજી સાથે 13.6 ઇંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. MacBook Air M2 11.3mm પાતળું છે અને ચાર રંગ વિકલ્પોમાં આવે છે – સિલ્વર, સ્ટારલાઇટ, સ્પેસ ગ્રે અને મિડનાઇટ. લેપટોપનું વજન 2.7 lb (1.2 kg) છે.
બીજો મોટો ફેરફાર મેગસેફ સાથે સંબંધિત છે. કંપની MacBook Airમાં MagSafe ચાર્જિંગ ટેક્નોલોજી પાછી લાવી છે. આ વખતે લેપટોપમાં ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. કંપની લેપટોપ સાથે બોક્સમાં 30W ફાસ્ટ ચાર્જર આપશે. પરંતુ એપલ ઓનલાઈન સ્ટોરમાંથી ખરીદનારા ભારતીય ગ્રાહકો 35W અથવા 67W ફાસ્ટ ચાર્જર પર અપગ્રેડ કરી શકે છે. M2 ચિપને કારણે તમને નવા લેપટોપમાં વધુ સારું પ્રદર્શન અને શ્રેષ્ઠ અનુભવ મળશે.
બંને લેપટોપની કિંમત શું છે?
MacBook Air M2ને સત્તાવાર Apple ઑનલાઇન સ્ટોર ભારતમાં 1,19,900 રૂપિયાની પ્રારંભિક કિંમતથી વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. આ બેઝ વેરિઅન્ટ (256GB)ની છે. વપરાશકર્તાઓ વધુ સ્ટોરેજ વેરિઅન્ટ પણ પસંદ કરી શકે છે, જેના માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ફાસ્ટ ચાર્જરને પણ વધારાના પૈસા ચૂકવવા પડશે. તેવી જ રીતે, MacBook Pro M2 નું બેઝ મોડલ (256GB સ્ટોરેજ) 1,29,900 રૂપિયાથી શરૂ થશે. ખાસ વાત એ છે કે, શિક્ષણ માટે એટલે કે કંપની વિદ્યાર્થીઓને 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે.