ચૂંટણી 2023 : મેઘાલયમાં બપોરે 1 વાગ્યા સુધી 44.7% મતદાન, નાગાલેન્ડમાં 60% મતદાન
મેઘાલય ચૂંટણી 2023 દરમિયાન, ચૂંટણી પંચે મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોની મદદ માટે સ્વયંસેવકો તૈનાત કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર નાગાલેન્ડમાં બપોરે 1 વાગ્યા સુધી 60.3 ટકા મતદાન થયું છે. બપોરે 1 વાગ્યા સુધી મેઘાલયમાં 44.73 ટકા મતદાન થયું છે.
Till 1 pm, 44.73% voter turnout recorded in #MeghalayaElections2023 and 57.06% in #NagalandElections2023 pic.twitter.com/6NVltIgxZt
— ANI (@ANI) February 27, 2023
મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ ભારે મતદાન પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. આ લોકશાહી માટે સારું છે. મેં ભૂતકાળમાં આવું મતદાન જોયું નથી. અમને વિશ્વાસ છે કે તે અમારા પક્ષમાં રહેશે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ તુરા, ગારો હિલ્સમાં વોલબેકગ્રે-29 મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
Till 1 pm, 44.58% voter turnout recorded in Erode East Assembly bypolls in Tamil Nadu, 48.28% in Sagardighi Assembly bypolls in West Bengal and 49.88% in Ramgarh Assembly bypolls in Jharkhand. pic.twitter.com/FSAXPoETuO
— ANI (@ANI) February 27, 2023
આ વખતે મેઘાલયમાં તમામ પક્ષો એકલા જ મેદાનમાં છે. 2018થી વિપરીત, આ વખતે ભાજપ અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) એ ચૂંટણી પૂર્વે કોઈ જોડાણ કર્યું નથી. મેઘાલયના ભૂતપૂર્વ પ્રધાન અને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે સોહિયોંગ બેઠક પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. તેથી જ 60માંથી 59 બેઠકો પર મતદાન થશે. મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. NPP 57 સીટો પર ચૂંટણી લડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની 58 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
રાજ્યની અકુલુટો વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાજેતો કિમિની બિનહરીફ જીત્યા છે. નાગાલેન્ડમાં સત્તારૂઢ નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને બીજેપીનું ગઠબંધન નાગા પીપલ્સ ફ્રન્ટ સાથે ચૂંટણી લડી રહ્યું છે. નાગાલેન્ડમાં એનડીપીપીએ 40 સીટો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ 20 સીટો માટે મેદાનમાં છે. કોંગ્રેસ 23 અને NPF 22 સીટો પર ચૂંટણી લડી રહી છે.
આ પણ વાંચો : શિવમોગા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ PM મોદીએ કહ્યું- કર્ણાટકના વિકાસની ઝડપ વધી