મનોરંજન

બોક્સ ઓફિસ પર ‘સેલ્ફી’ ની ખરાબ હાલત, ફિલ્મ ફ્લોપ થવાનું અક્ષય કુમારે જણાવ્યું આ કારણ

Text To Speech

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘સેલ્ફી’ ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અક્ષયની તમામ અપેક્ષાઓ, મહેનત અને ઉત્સાહ આ ફિલ્મ સાથે જોડાયેલો હતો. પરંતુ ‘સેલ્ફી’એ અપેક્ષા કરતાં અનેક ગણો ઓછો બિઝનેસ કરી રહી છે. ત્યારે આ ઓછા કલેક્શનને લઈને અક્ષય કુમારે નિવેદન આપ્યું છે.

સેલ્ફી’નો બોક્સ ઓફિસ પર ન ચાલ્યો જાદુ

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સેલ્ફી‘ બોક્સ ઓફિસ પર ખરાબ હાલતમાં છે. ઓપનિંગ ડેનું કલેક્શન ખુબ ઓછુ રહ્યું છે. મોટા ભાગે અક્ષય કુમારની ફિલ્મો દમદાર હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મોને ખુબ ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફિને પણ ખુબ સુસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મનું કલેક્શન જોતા લાગે છે કે હવે લોકોને તેમની ફિલ્મોમાં રસ રહ્યો નથી.અક્ષય કુમારની આ ફિલ્મનું કલેક્શન તેની બધી ફિલ્મો કરતા ઓછુ જોવા મળી રહ્યું છે.

સેલ્ફી ફિલ્મ-humdekhengenews

સેલ્ફી ફિલ્મની ખરાબ હાલત પર અક્ષય કુમારે આપ્યુ નિવેદન

દિવસે ને દિવસે આ ફિલ્મની કમાણી ના આંકડા ઓછા થઈ રહ્યા છે. અને અક્ષય કુમારની આ ફિલ્મની ખરાબ હાલત પર લોકો અને બોલીવુડ એક્ટરો તેમનું નિવેદન આપી રહ્યા છએ. ત્યારે અભિનેતા અક્ષય કુમારે પણ સેલ્ફીની ખરાબ પર નિવેદન આપ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે આવું તેની સાથે પહેલી વાર નથી થઈ રહ્યું. એક સમયે તેમની એક પછી એક તેની 16 ફિલ્મો ફ્લોપ ગઈ હતી.

દર્શકો બદલી ગયા છે અમારે પણ બદલાવું પડશે : અક્ષય કુમાર

અક્ષય કુમારની આઠ ફિલ્મો બોક્સ ઓફિસ પર નથી ચાલી અને તેના પાછળનું કારણ તે પોતે છે અને તેની કોઈ ભૂલ છે એવું તે માને છે. તેણે કહ્યુ કે હવે દર્શકો બદલી ગયા છે અને અમારે પણ તેના હિસાબથી બદલવું પડશે. અને દર્શકો જે જોવા ઈચ્છે તે પ્રમાણે અમારે કામ કરવું પડશે. તેમજ આ રીતે સતત ફિલ્મો ફ્લોપ થવી તે એક અલાર્મિંગ સિચ્યુએશન છે. તેમજ તેણે જણાવ્યુ કે આવનારા દિવસોમાં જે દર્શકોને પસંદ હોય તેવું કંઈક રજૂ કરવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો : LICને એક જ મહિનામાં ડબલ ઝટકો, અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં રોકાણ ભારે પડ્યું, આટલા ટકા શેર ધોવાયા

Back to top button