દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 8 કલાકની મેરેથોન પૂછપરછ બાદ રવિવારે મોડી રાત્રે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને પાર્ટી દ્વારા દેશભરમાં ભાજપ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જો સીબીઆઈના સૂત્રોનું માનીએ તો, હંગામાને જોતા સીબીઆઈ સિસોદિયાને વીસી દ્વારા રજૂ કરી શકે છે. સોમવારે બપોરે 2 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોડક્શન થવાનું છે. દિલ્હી પોલીસે આ અંગે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
I am told that most CBI officers were against Manish’s arrest. All of them have huge respect for him and there is no evidence against him. But the political pressure to arrest him was so high that they had to obey their political masters
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2023
આ બધા વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સિસોદિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું કે મને કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સીબીઆઈ અધિકારીઓ મનીષની ધરપકડની વિરુદ્ધ હતા, તેઓ બધા તેનું ખૂબ સન્માન કરે છે અને તેની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ તેમની ધરપકડ કરવા માટેનું રાજકીય દબાણ એટલું મોટું હતું કે તેમણે તેમના રાજકીય આકાઓની આજ્ઞા માનવી પડી હતી.
दिल्ली में शिक्षा के क्षेत्र में क्रांतिकारी बदलाव लानेवाले मनीष सिसोदिया जी को गिरफ़्तार करके भाजपा ने साबित कर दिया है कि भाजपा शिक्षा ही नहीं बल्कि दिल्ली के बच्चों के भविष्य के ख़िलाफ़ भी है। दिल्ली की जनता इसका जवाब अगले लोकसभा चुनाव में भाजपा को सातों सीटें हराकर देगी।
— Akhilesh Yadav (@yadavakhilesh) February 27, 2023
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ મનીષ સિસોદિયાના સમર્થનમાં સામે આવ્યા છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે દિલ્હીમાં શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર મનીષ સિસોદિયાની ધરપકડ કરીને ભાજપે સાબિત કરી દીધું છે કે ભાજપ માત્ર શિક્ષણની વિરુદ્ધ નથી પરંતુ દિલ્હીના બાળકોના ભવિષ્યની પણ વિરુદ્ધ છે. આનો જવાબ દિલ્હીની જનતા આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ સાત બેઠકો પર ભાજપને હરાવીને આપશે.
આ પણ વાંચો : 33 માંથી 18 વિભાગના મંત્રી સિસોદિયા જેલમાં જતાં દિલ્હી ‘આપ’ સરકાર કોના ભરોશે?
સંજય રાઉતે કહ્યું કે સિસોદિયા સામેની કાર્યવાહી દર્શાવે છે કે કેન્દ્ર સરકાર વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, અમે તેમની સાથે ઉભા રહીશું. મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, દિલ્હી હોય, કેન્દ્ર વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવા માટે ED અને CBIનો દુરુપયોગ કરી રહ્યું છે. સિસોદિયા હોય, નવાબ મલિક હોય, અનિલ દેશમુખ હોય અને હું દરેકને આત્મસમર્પણ કરવા મજબૂર કરી રહ્યા છે. શું ભાજપમાં સંતો છે?સિસોદિયા પર આરોપ હતો કે તેમની નવી લિકર પોલિસીથી ડીલરોને ઘણો ફાયદો થયો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર, મંજૂરી વિના એલ-1 લાયસન્સનું વિસ્તરણ, લાઇસન્સધારકોને અનુચિત લાભ આપવા વગેરે સહિત વિવિધ અનિયમિતતાઓનો આરોપ છે.