USAના વિઝા માટે વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી 580 દિવસ કરાયો છે. જેમાં કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા છે. તેમજ US સરકાર અમેરિકી એમ્બેસી, દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરશે. તથા હાલમાં વિઝા માટેની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો થયો
અમેરિકાએ વિઝા માટે રાહ જોવાનો સમય 1,000 દિવસથી ઘટાડ્યો
ભારતમાં અમેરિકાના વિઝા મેળવવામાં સામનો કરવો પડતી મુશ્કેલી નિવારવા અમેરિકી વિદેશ વિભાગ શ્રેણીબદ્ધ પગલાં અંગે વિચારણા કરી રહ્યું છે. અમેરિકાએ વિઝા માટે રાહ જોવાનો સમય 1,000 દિવસથી ઘટાડીને 580 દિવસ કરવામાં આવ્યો છે. આ પગલાંમાં ભારતમાં અમેરિકી એમ્બેસી અને વાણિજ્ય દૂતાવાસમાં સ્ટાફ્ની સંખ્યામાં વધારો કરવા, અગાઉ અમેરિકાની મુલાકાત લીધી હોય તેવા પ્રવાસીઓ સહિત ‘લો રિસ્ક’ ધરાવતા પ્રવાસીઓ માટે ઇન્ટરવ્યુ રદ કરવા, તેમજ થાઈલેન્ડ સહિત અન્ય દેશોમાં દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સને ભારતીયોની વિઝા અરજીઓ સ્વીકારવા માટે નિર્દેશ કરવા, વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકા દ્વારા 2004માં બંધ કરાયેલ ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલને પુનઃસ્થાપિત કરવા માટેનો એક પાઇલોટ પ્રોગ્રામ પણ વિચારણા હેઠળ છે. જેના પરિણામે ગેસ્ટ કામદારોને તેમના વિઝા રિન્યૂ કરાવવા માટે સ્વદેશ-ઘરે પાછા ફરવાથી છૂટકારો મળશે અને સમય તથા ખર્ચ બચશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા પશુઓ ત્રાસ, એક વર્ષમાં 59 હજારથી વધુ લોકોને કરડયાં
કોવિડ-19ના રોગચાળા પહેલા અપાયેલા વિઝાની સરખામણીએ 36% વધુ વિઝા જારી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકી મિશનોએ, ભારતમાં કોવિડ-19ના રોગચાળા પહેલા અપાયેલા વિઝાની સરખામણીએ 36% વધુ વિઝા જારી કર્યા છે. જ્યારે પ્રગતિની એ મોટી બાબત છે ત્યારે હજુ પણ વધુ સમય માટે રાહ જોવડાવવી એ આદર્શ ન ગણાય. ભારતમાં પણ સ્ટાફ્નો વધારો કર્યો છે અને તેમનું ‘સુપર શનિવાર’ કરવું અને સપ્તાહના અંતે પણ કામકાજ કરવા છતાં આ સમસ્યા નિવારવા માટે પર્યાપ્ત નહોતું અને તેથી બ્યુરો, ડોમેસ્ટિક અથવા રાજ્ય બાજુના વિઝા રિન્યુઅલ માટે છેલ્લાં 20 વર્ષમાં ન કર્યું હોય તેવું કંઈક કરી રહ્યું છે. રીન્યુઅલ વિકલ્પો H-1B, H-4, L-1 અને L-2 વિઝા ધારકો માટે ઉપલબ્ધ હશે અને આખરે અન્ય શ્રેણીમાં તેનો વ્યાપ વિસ્તારી શકાશે.
H-1B વિઝા પર બે મહિનાની અંદર વૈકલ્પિક રોજગાર
ભારતમાં અમેરિકી વિઝા માટે એપોઇન્ટમેન્ટ મેળવવામાં બે વર્ષ સુધીના વેઈટિંગ- રાહ જોવાના સમય અને બેકલોગને પહોંચી વળવા અમેરિકી વિદેશ વિભાગ, અભ્યાસ, બિઝનેસ, વર્ક, અને સગા- સબંધી સાથેની મુલાકાત માટે વધુ ઝડપથી અને વધુ સરળતાથી વિઝા મેળવી શકે તે હેતુસર અમેરિકા જવા ઇચ્છતા ભારતીયોને સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ અંગે સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે. ફાઉન્ડેશન ફેર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝની પહેલ પર અમેરિકી અધિકારીઓએ સંબોધન કર્યું હતું. અમેરિકા જવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ, ગેસ્ટ કામદારો, વેપારીઓ અને પરિવારોને સામનો કરવો પડતી અસુવિધા, મુશ્કેલી નિવારા માટે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. ટેકનિકલ સેક્ટરમાં ગુલાબી સ્લિપની વધતી સંખ્યાને કારણે આ સમસ્યા વધુ વકરી છે. ટેકનીકલ સેક્ટરમાં H-1B વિઝા પરના ભારતીય ગેસ્ટ કામદારોએ બે મહિનાની અંદર વૈકલ્પિક રોજગાર- જોબ સોધી લેવા અથવા સ્વદેશ પાછા ફરવાના વિકલ્પની જોગવાઈને કારણે આ સમસ્યા વધુ જોવા મળી છે.