ગુજરાતટોપ ન્યૂઝ

ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો પણ જૂની પેન્ડિંગ અરજીઓનો આંકડો જાણી રહેશો દંગ

ઈમ્પેક્ટ ફીની જૂની પેન્ડિંગ 1.26 લાખ અરજીઓ પુનઃ ખોલો તેવું પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું છે. જેમાં AMC માટે નવી અરજી મહત્ત્વની છે તથા જૂની અભેરાઈએ ચડાવી છે. તથા કોરા કાગળ પર સ્કેચ પ્લાન બનાવી કરાયેલી અરજી મંજૂર કરવા માગ કરવામાં આવી છે. તેમાં સરકાર દ્વારા હાલ ફરી ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમીને લઇ આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી 

ગેરકાયદે બાંધકામો માટે હાલમાં ફરી નવી અરજીઓ મંગાવવા આવી

સરકાર દ્વારા હાલ ફરી ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે અને નવી અરજીઓ મંગાવાઈ રહી છે. પરંતુ અગાઉ મંગાવેલી અરજીઓ જે હજુ પેન્ડિંગ પડી છે તેનું શું? તેવો પ્રશ્ન ઉઠાવી ભાજપના પૂર્વ કોર્પોરેટરે આવી પેન્ડિંગ અરજીઓ પુનઃ ખોલવા માંગણી કરી છે. પૂર્વ કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે ઈમ્પેક્ટ ફી-2011 નિયમન ધારા અંતર્ગત્ શહેરમાં બનેલા ગેરકાયદે બાંધકામો માટે હાલમાં ફરી નવી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા AMC નવી પોલિસી લાવી 

1,16,40ર અરજીઓ પેન્ડિંગ પડી રહી છે

પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉ આ જ ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ અરજીઓ મંગાવી હતી અને તે પેન્ડિંગ પડી છે તેનો પ્રથમ ઉપાયો કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અગાઉ મ્યુનિ.એ ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે જે અરજીઓ મંગાવી હતી તેમાં કુલ 2,43,105 અરજીઓ આવી હતી. જે પૈકી 1,26,703 અરજીનો નિકાલ કરાયો હતો. જે પેટે મ્યુનિ.ને 317 કરોડની આવક થઈ હતી. પરંતુ આ અરજીઓ પૈકી 1,16,40ર અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. જે અંગે મ્યુનિ.એ કોઈ નિર્ણય લીધો નથી અને અભેરાઈએ ચઢાવી દીધી છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા ફેરિયાઓને વ્યાજખોરોથી બચાવવા અનોખી પહેલ શરૂ કરી 

અગાઉ પાર્કિંગ માટે હયાત બાંધકામને ધ્યાનમાં લઈને બનાવેલો નિયમ યોગ્ય હતો

ત્યારે આ પેન્ડિંગ અરજીઓ અંગે પુનઃ વિચારણા કરવામાં આવે અને તેને રી-ઓપન કરવામાં આવે તો હજારો મિલકતોના વિવાદનો અંત આવી શકે તેમ છે. આ ઉપરાંત અગાઉ કોરા કાગળ ઉપર સ્ક્રેચ પ્લાન બનાવીને રજૂ કરાયેલી અરજીઓ મંજુર કરવામાં આવતી હતી. તે વ્યવસ્થા ફરી માન્ય ગણવામાં આવે. આ અગાઉ પાર્કિંગ માટે હયાત બાંધકામને ધ્યાનમાં લઈને બનાવેલો નિયમ યોગ્ય હતો. તેનો ફરી અમલ કરવામાં આવે તો પાર્કિંગનો કોઈ પ્રશ્ન રહેશે નહીં.

Back to top button