સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના થતા અમદાવાદમા ઇમરજેન્સી લેન્ડિંગ-અમદાવાદથી અન્ય ફ્લાઇટ દ્વારા દિલ્હી લઇ જવાયા છે. જેમાં સુરત એરપોર્ટ પરથી ટેકઓફ કરી દિલ્હી જતી વખતે એર ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજેન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રીએ આ શહેરોની 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
ફ્લાઇટમાં 50થી વધુ યાત્રીઓ હોવાનું જાણવા મળ્યું
ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ ફરીથી દિલ્હી માટે રવાના થઇ હતી તે સમયે ટેકઓફ કર્યાના થોડા સમય પછી હવામા કોઇ પક્ષી ફ્લાઇટ સાથે અથડાતા ફ્લાઇટમાં કોઇ ખામી સર્જાઇ હોવાની આશંકા જતા પાયલટે તકેદારી માટે યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઇ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટની ઇમરજેન્સી લેન્ડિંગ કરી હતી. આ સમયે ફ્લાઇટમાં 50થી વધુ યાત્રીઓ હોવાનું જાણવા મળ્યું હતુ.
ફ્લાઇટ દ્વારા તમામ યાત્રીઓને દિલ્હી લઇ જવાયા
અમદાવાદમા એક કલાક રોક્યા પછી અન્ય ફ્લાઇટ દ્વારા તમામ યાત્રીઓને દિલ્હી લઇ જવાયા હતા. જોકે સમગ્ર ઘટના દરમિયાન યાત્રિઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી. કેટલાક યાત્રાઓમાં ભય પણ ફેલાઇ ગયો હતો. સુરતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે બર્ડ હિટ થઇ છે. તેમજ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે. તથા અટકાયેલા મુસાફરોને દિલ્હી પરત લઈ જવાયા છે. ફ્લાઇટ નંબર 6E646 અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે. VT-IZI એરબસ A320 neo અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે. જેમાં અટવાયેલા મુસાફરોને VT-IAN (A320ceo) દ્વારા દિલ્હી પરત લઈ જવામાં આવ્યા છે.