ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ભાજપ અને ઓવૈસી રામ-શ્યામની જોડી…’, રાઉતે પલટવારમાં કહ્યું- AIMIM વોટ કટિંગ મશીન

Text To Speech

સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસીના રામ-શ્યામ જોડીના નિવેદન પર પલટવાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું, ભાજપ અને ઓવૈસીને રામ-શ્યામની જોડી કહેવી જોઈએ. રાઉતે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવતા કહ્યું કે જ્યાં ભાજપને જીતાડવી હોય ત્યાં ઓવૈસી પહોંચે છે.

સંજય રાઉતે કહ્યું, લોકો કહે છે કે ઓવૈસીની પાર્ટી બીજેપીની બી-ટીમ, વોટ કટિંગ મશીન છે. રામ-શ્યામનો જુમલો તેને વધુ અનુકૂળ આવે છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ કહ્યું કે, શિવસેના એકલા હાથે લડશે. તેમણે સાવરકરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યું હતું. રાઉતે કહ્યું, વીર સાવરકર મહારાષ્ટ્રના બહાદુર પુત્ર છે. કેન્દ્ર સરકારે તેમને ભારત રત્ન આપવો જોઈએ.

ઉદ્ધવ અને શિંદે ‘રામ અને શ્યામની જોડી’- ઓવૈસી

AIMIMના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 25 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. રેલીને સંબોધતા શિવસેના પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કહે છે સેક્યુલરિઝમ બચાવો. શું શિવસેના બિનસાંપ્રદાયિક છે? ઓવૈસીએ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને ‘રામ અને શ્યામની જોડી’ કહ્યા.

મુસ્લિમો નેતા કેમ નથી બની શકતા?

ઓવૈસીએ રેલીમાં રાજકીય પરિવારો પર નિશાન સાધતા કહ્યું કે, સુપ્રિયા સુલે અને અજિત પવાર નેતા બની શકે છે. પિતાના કારણે આદિત્ય ઠાકરે નેતા બની શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે નેતા બની શકે છે. શું મહારાષ્ટ્રના મુસ્લિમો શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને શિંદે જેવા નેતા ન બની શકે?

AIMIM નેતાએ મુસ્લિમોને એક થવાની અપીલ કરી. ઓવૈસીએ કહ્યું, “તમે માત્ર નારા લગાવીને એક થઈ શકતા નથી. એક થાઓ, મત આપો અને નેતા બનો. જ્યારે વાતચીત થશે, ત્યારે તમે તેમની આંખોમાં જોઈ શકશો.”

Back to top button