કર્ણાવતી ક્લબ ખાતે ચાલી રહેલા બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયા ફેસિલેશન સેરેમનીના બીજા દિવસે કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોર (Ministry of Housing & Urban Affairs, GOI) હાજર રહ્યાં હતા. ત્યારે કર્ણાવતી ક્લબના પ્રેસિડન્ટ એન.જી.પટેલ દ્નારા કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરજીનું બુકે અને મોમેન્ટે આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ સેરેમનીમાં કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું કે, બિલ્ડરોને પડતી કોઈપણ મુશકેલીમાં કેન્દ્ર સરકાર તેમની સાથે જ છે અને સૌ સાથે મળીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મેક ઈન્ડિયાના ધ્યેયને પુરો કરવા કટિબદ્ધ બનીશું અને દેશને આત્મનિર્ભર બનાવીશું.
આ તબક્કે બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાની વર્ષ 2022-23ની પહેલી GC & MC મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ભારતભરનાં દરેક રાજ્યમાંથી ડેલિગેટ્સ હાજર રહ્યાં હતા. આ મીટીંગમાં આગામી સ્ટેટ કાર્યોક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત દેશના કોઈપણ રાજ્યમાં બિલડરોને ટેન્ડરમાં પળતી મુશ્કેલીમાં બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયા તેમની સાથે ઉભી રેહશે તેની ખાતરી એસોસિએશનના પ્રમુખ શ્રી નિમેષભાઈ પટેલે આપી હતી.
અરવિંદ પટેલ (Gujrat State Chairman)
બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત રાજ્યના ચેરમેન શ્રી અરવિંદ પટેલે શાબ્દિક શબ્દોથી કેન્દ્રથી પધારેલા મંત્રી કૌશલ કિશોરનું તેમજ ઓલ ઈન્ડિયાથી પધારેલ બિલ્ડરોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યુ હતુ. બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાની 80 વર્ષની યાત્રામાં પુરી થઈ છે અને આ સમયે સૌ પહેલા ગુજરાતી પ્રેસિડન્ટ તરીકે નિમેષભાઈ પટેલની નીમણુંક કરવામાં આવી છે તે વાતનો આંનદ છે. તે બદલ BAI ના તમામ સભ્યોનું આભર માન્યો હતો. તેમને આ તબક્કે કેન્દ્રિય મંત્રીને નિવેદન કર્યું હતું કે, અમારી બસ એક જ માંગણી છે કે, કંટ્રક્શન ઈંડસ્ટ્રીઝને એક ઈંડસ્ટ્રીઝનો દરરજો આપવામાં આવે.
કિશોર કૌશલ (Ministry of Housing & Urban Affairs, GOI)
બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના તમામ સ્ભયોનું આભાર માનું છુ કે આ તબક્કે મને આંમત્રણ આપવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતુ કે, હું ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે હું દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલને નમન કરું છુ. જ્યારે આ જ ગુજરાત રાજ્યમાંથી આવતા દેશના યસ્શવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમને આજે વિશ્વભરમાં ભારત દેશની એક એલગ જ ઓળખ બનાવી છે. જ્યારે પ્રધાનમંત્રી 2014માં સાંસદમાં આવ્યા ત્યારે તેમણે પહેલા ભાષણમાં મેક ઈન ઈન્ડિયા વિશે વાત કરી હતી. આ માટે તમામે સાથે મળીને કડીથી કડી જોડીને કામ કરવું પડશે. દેશના છેવાડાના માનવીને પાયાની તમામ સવલતો મળી રહે તે માટે આપણે સૌએ કટીબદ્ધ રહેવું પડશે. પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના સિધ્ધાંતને બિલ્ડરો પણ અપનાવે જે ભારત દેશને આત્મનીર્ભર બનાવવામાં મદદ કરશે. આ મામલે તેમણે એક ઉદાહરણ આપ્યુ હતુ કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ જાપાનના દરેક નાગરીકના મગજમાં એક જ વાત હતી કે ‘મેક ઈન જાપાન’ અને તેના પરિણામે જાપાનમાં આજે વિકાસ જોવા મળે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારામાં કેન્દ્ર દ્રારા થતાં તમામ પ્રયત્નો તેઓ કરશે તેવી ખાતરી આપી હતી.
નિમેષભાઈ પટેલ (President Builder’s Association of Inidia)
એસોસિએશનના પ્રમુખ શ્રી નિમેષભાઈ પટેલે દ્નારા જાહેરાત કરવામાં આવી કે બિલ્ડર એસોસિએશનના ગુજરાત સ્ટેટ દ્નારા કેન્દ્રની સુકન્યા યોજના એક લાખ દિકરીઓના ખાતા ખોલાવવામાં આવશે. બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકારની સાથે રહી ભારતના વિકાસમાં તેનો યોગદાન આપશે. કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોર ખુબ જ વ્યસતતાની વચ્ચે અહીં તે બદલ તેમનો આભાર માન્યો હતો.