ટ્રેન્ડિંગવર્લ્ડ

Russia Ukraine War : વ્લાદિમીર પુતિનના રશિયા-યુક્રેન યુદ્ધની પ્રથમ વર્ષગાંઠના ભાષણ દરમ્યાન ધારાસભ્યએ કાનમાં નૂડલ્સ લટકાવ્યા

Text To Speech

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ એ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ લડાઈ શરૂ થઈ હતી.આ યુદ્ધને એક વર્ષ થયું છે.આ દરમ્યાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દેશને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમ્યાન રશિયન સાંસદ કાનમાં નૂડલ્સ નાખીને રાષ્ટ્રપતિ પુતિનનું ભાષણ સાંભળી રહ્યા હતા.આ વીડિયો વાઈરલ થયો છે.

આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દેશને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે રશિયન સાંસદ મિખાઇલ અબ્દાલ્કિન કાનમાં નૂડલ્સ લગાવીને તેમનું ભાષણ સાંભળતા હતા.તેનો વીડીયો વાઈરલ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી

પુતિનની મજાક ઉડાવી

કાન પર નૂડલ્સ લટકાવવું એક રૂઢિપ્રયોગ છે કે જેનો અર્થ એવો થાય છે કે, વ્યક્તિને ગેરમાર્ગે દોરવી અથવા મૂર્ખ બનાવવી. અબ્દાલ્કિને આ ઈશારાથી સ્પષ્ટ કર્યું કે પુતિન યુદ્ધ વિશે ખોટું બોલી રહ્યા છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે

શું લખ્યું તેમણે ?

આ વાયરલ વીડિયોના કેપ્શનમાં પુતિનની મજાક ઉડાવતા લખ્યું કે હું તેને સંપૂર્ણ સમર્થન આપું છું. હું દરેક વસ્તુ સાથે સંમત છું. મહાન ભાષણ. મેં 23 વર્ષમાં આવું કંઈ સાંભળ્યું નથી. આ એક સુખદ આશ્ચર્ય છે.

ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, પાર્ટીના પ્રવક્તા એલેક્ઝાન્ડર યુશ્ચેન્કોએ કહ્યું કે તેઓ સાંસદના સ્ટંટની તપાસ કરશે અને તપાસ કર્યા વિના તેને છોડશે નહીં. અન્ય રશિયન ધારાશાસ્ત્રી, એલેક્ઝાંડર ખિન્શટેઇને ફરિયાદ કરી હતી કે વિડિયો અસામાન્ય હતો. આ એક વિચિત્ર બાબત છે.તેણે અબ્દાલ્કીન સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભાષણમાં કહ્યું કે પશ્ચિમી દેશો એ હકીકતને સ્વીકારી શકતા નથી કે રશિયાને યુદ્ધના મેદાનમાં હરાવી શકાય નહીં.

આ પણ વાંચો : ઑસ્કાર પહેલાં HCA Awards 2023માં ફિલ્મ RRRએ 4 કેટેગરીમાં એવોર્ડ કર્યા પોતાના નામે

Back to top button